નેશનલ

વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ પર ભારતીય આર્મીએ મજબૂત દીવાલ બનાવીને દુશ્મનોની ઊંઘ કરી હરામ

નવી દિલ્હી: વર્ષ 1984માં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ સિયાચીન કબજે કરવા માટે ઓપરેશન મેઘદૂતને મંજૂરી આપી હતી. કુમાઉ રેજિમેન્ટની ચોથી બટાલિયનના સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા ‘બિલાફોન્ડ લા’ લઈ જવામાં આવ્યા. તે કારાકોરમ પર્વતોમાં 17, 880 ફૂટ ઊંચો ઘાટ છે. જ્યાં ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો.

પાકિસ્તાને તેને પાછો મેળવવાનો પ્રયાસ કર્યો પણ સફળતા મળી નહીં. ભારતીય સેનાએ 41 વર્ષ પહેલા સિયાચીન ગ્લેશિયર પર કબજો કર્યો હતો. હવે અહીં ચીન ભારત માટે પાકિસ્તાન કરતાં મોટો ખતરો બની ગયો છે.

આ ખતરો લદ્દાખમાં સ્થિત 76 કિલોમીટર લાંબા સિયાચીન ગ્લેશિયર પર છે. આ વિસ્તાર હંમેશા બરફથી ઢંકાયેલો રહે છે અને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ સિયાચીન ગ્લેશિયર પર ભારતને મજબૂત બનાવવાની વાર્તા.

આપણ વાંચો: ભારતીય સેનાની માનવતા; PoKથી મૃતદેહો પરત લાવવામાં કરી મદદ…

કયા છે સિયાચીનનું સ્થાન?
સિયાચીન ગ્લેશિયર એક ‘રણનીતિક બેઝ’ જેવું છે. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ની પશ્ચિમમાં અને શક્સગામ ખીણની ઉત્તરે સ્થિત છે. 1963માં પાકિસ્તાન દ્વારા શક્સગામ ખીણ ગેરકાયદેસર રીતે ચીનને સોંપી દેવામાં આવી હતી.

જ્યારે મૂળભૂત રીતે આ બંને વિસ્તારો ભારતના છે. ગ્લેશિયરનો પૂર્વ ભાગ લદ્દાખના દેપ્સાંગ મેદાનો સાથે જોડાયેલ છે. ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અહીં આવેલી છે. આ સરહદ પર ભારત અને ચીન બંને દેશો વચ્ચે સતત વિવાદો ચાલતા રહે છે.

1947-48ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ 1949ના કરાચી કરારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ રેખા (CFL) ને મંજૂરી આપવામાં આવી. 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધો તાશ્કંદ અને શિમલા કરાર સાથે સમાપ્ત થયા.

પરંતુ જમીન પર પોઇન્ટ NJ 9842 થી આગળ નિયંત્રણ રેખા (LoC) સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી. 1949ના કરારમાં જણાવાયું હતું કે પોઈન્ટ NJ 9842થી, સીઝ ફાયર લાઇન (CFL) ઉત્તર તરફ હિમનદીઓ સુધી જશે.

આપણ વાંચો: પાકિસ્તાને ફરી LoC પારથી ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

ગ્લેશિયર મુદ્દે બંને દેશોમા મતભેદ
જો કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઉત્તરમાં હિમનદીઓ સુધી શબ્દનો ચોક્કસ અર્થ વ્યાખ્યાયિત થયો નથી આથી મતભેદ છે. ઇસ્લામાબાદ દાવો કરે છે કે LoC ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવું જોઈએ અને કારાકોરમ પાસ પર સમાપ્ત થવું જોઈએ.

આ ઘાટ ભારતમાં લદ્દાખ અને ચીન દ્વારા નિયંત્રિત શિનજિયાંગને વિભાજીત કરે છે. એપ્રિલ 1984થી, ભારતીય સૈનિકો કારાકોરમ પર્વતોમાં સાલ્ટોરો રિજના જળ વિભાજક પર તૈનાત છે. જે પોઇન્ટ NJ 9842ના ‘ઉત્તર તરફ’ છે.

આપણ વાંચો: પાકિસ્તાની સેનાએ આ વર્ષે પહેલીવાર LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું; ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો

ભરતીય સેનાની સ્થિતિ કેમ પડકારજનક
તે ઉપરાંત આ ગ્લેશિયર પર ભારતીય સેનાની સ્થિતિ એવી છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પૂર્વી લદ્દાખમાં LAC ની સાથે દેપ્સાંગ મેદાનો દ્વારા પશ્ચિમ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી શકે છે.

એવી પણ આશંકા છે કે PLAનો ઉદ્દેશ્ય 255 કિમી લાંબા દારબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી (DSDBO) રસ્તાને નુકસાન પહોંચાડવાનો હોઈ શકે છે. આ માર્ગ કારાકોરમ પાસ સુધી ભારતીય પ્રવેશને મર્યાદિત કરી દેશે. અહી જૂન 2020મા ભારતીય અને ચીની સેના વચ્ચે અથડામણ થઈ હતી.

ભારતે બનાવી છે લશ્કરી દીવાલ
જો કે ભારતે સંભવિત ચીની આક્રમણ અને PLAને રોકવા માટે એક ‘લશ્કરી દિવાલ’ બનાવી છે. જેમા ટેન્ક, તોપખાના, અદ્યતન સિસ્ટમ્સ અને વધારાના સૈનિકોનો સમાવેશ થાય છે.

ભારતીય સંરક્ષણ નિષ્ણાતોનો અંદાજ છે કે આ તૈયારીથી PLAને પશ્ચિમ તરફ આગળ વધતા અટકાવી શકાય છે. ચીનીઓ સિયાચીનના પશ્ચિમ ભાગમાં, એટલે કે PoKમાં, રસ્તા અને ડેમ બનાવનારના રૂપમાં પ્રવેશ્યા છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો ભાગ, ચીનનો કારાકોરમ હાઇવે નજીકથી પસાર થાય છે.

આપણ વાંચો: LoC પર ભારતીય સેનાને મળી મોટી સફળતા, ઘુસણખોરીનો પ્રયાસ કરતા સાત પાકિસ્તાનીને કર્યા ઠાર…

લશ્કરી દીવાલમાં કોનો સમાવેશ?
ભારતીય સેનાએ સિયાચીન માટે આક્રમક દિવાલ બનાવી છે, જે કાયમને માટે દુશ્મનનો અડીખમ રીતે સામનો કરશે. MiG-23, MiG-29, Su-30MKI, મિરાજ 2000, રાફેલ અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (પ્રચંડ) જેવા ફાઇટર એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા છે. આ પ્રદેશ માટે ખાસ કરીને ALH Mk-III/IV, ચિનૂક અને અપાચે જેવા કોમ્બેટ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.

સોનમર્ગ ટનલ બની રહેશે ઉપયોગી
કાશ્મીરમાં આ જ વર્ષે સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ટનલ જે સ્થાન પર બનાવવામાં આવી છે, ત્યાં શિયાળામાં ભારે હિમવર્ષા અને હિમપ્રપાતનો ભય રહેલો છે. દર વર્ષે મોટાભાગની ઋતુઓમાં સોનમર્ગ તરફ જતો રસ્તો દુર્ગમ રહે છે. આનાથી આ વિસ્તાર કાશ્મીરના બાકીના ભાગથી સંપર્ક વિહોણો બની જાય છે.

આના કારણે સામાન્ય લોકો કે સેનાની અવરજવર અટકી જાય છે. તેના અદભુત દૃશ્યો, આલ્પાઇન ઘાસના મેદાનો અને હિમનદીઓ માટે પ્રખ્યાત, સોનમર્ગ મોટાભાગે પ્રવાસન પર આધાર રાખે છે, જે માર્ગ બંધ થઈ જવાને કારણે ભારે અસર પામે છે.

કપિધ્વજ વાહનનો ઉપયોગ
ભારતીય સેનાએ સિયાચીન ગ્લેશિયર જેવા સ્થળોએ પોતાની તાકાત વધારવા માટે એક ખાસ વાહનનો સમાવેશ કર્યો છે. આ વાહનનું નામ ‘કપિધ્વજ’ છે. ‘કપિધ્વજ’ એક ખાસ પ્રકારનું મોબિલિટી વાહન છે, જે સૈન્યનું પરિવહન, લોજિસ્ટિક સપોર્ટ અને મુશ્કેલ ભૂપ્રદેશમાં ઓપરેશનના મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

શા માટે મહત્વનું છે સિયાચીન?
લદ્દાખમાં આવેલ સાલ્ટોરો રિજ ભારતીય સેનાનું પ્રભુત્વ છે અને તે પીઓકેના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્ર સાથે જોડાયેલ છે. પૂર્વ ભાગમાં ભારતીય સેના લદ્દાખના દેપ્સાંગ મેદાનો દ્વારા સિયાચીન સુધી પહોંચતા માર્ગોનું રક્ષણ કરે છે. હિમનદીનો ઉત્તરીય ભાગ, ખૂબ ઊંચા શિખરોથી ઘેરાયેલો, શક્સગામ ખીણ પર પ્રભુત્વ ધરાવે છે.

સિયાચીન ગ્લેશિયર વિશ્વનું સૌથી ઊંચું અને સૌથી દુર્ગમ યુદ્ધક્ષેત્ર છે. તે કારાકોરમ પર્વતમાળામાં સ્થિત છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદિત પ્રદેશ છે. ભારતીય સેના સિયાચીનમાં તૈનાત છે અને તે વિશ્વના સૌથી પડકારજનક લશ્કરી કામગીરીમાંનું એક છે.

પાકિસ્તાન અને ચીન માટે છે પડકાર?
પાકિસ્તાને લશ્કરી દળો પાછા હટવાનું સૂચન કર્યું હતું. ટ્રેક-II રાજદ્વારી ચેનલોમાં આ અંગે ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ સંમતિ સાધી શકાઈ ન હતી. પાકિસ્તાની બાજુથી સાલ્ટોરો રિજ અને સિયાચીન ગ્લેશિયર સુધી પહોંચવું મુશ્કેલ છે કારણ કે ઊંચાઈઓ પર ભારતીય સેનાનો કબજો છે.

કર્નલ નરિન્દર (બુલ) કુમારે 1978માં પ્રથમ પર્વતારોહણ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું; ઓપરેશન મેઘદૂત શરૂ થયા પહેલા ભારતીય સેનાએ 1980 અને 1981માં બે સમાન કામગીરી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button