શુભાંશુ શુક્લા આ તરીખે ભારત આવશે; હાલ પોસ્ટ-મિશન પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યા છે | મુંબઈ સમાચાર
નેશનલ

શુભાંશુ શુક્લા આ તરીખે ભારત આવશે; હાલ પોસ્ટ-મિશન પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યા છે

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં 18 દિવસ વિતાવ્યા બાદ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લ એક્સિઓમ-4 સ્પેસ મિશનના અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે ગઈ કાલે મંગળવારે પૃથ્વી પર પરત (Shubhanshu Shukla Returned to earth) ફર્યા હતાં. કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રધાન જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શુભાંશુ શુક્લા 17 ઓગસ્ટ સુધીમાં ભારત પાછા ફરશે. ભારતીયો શુભાંશુ શુક્લાના સ્વાગત માટે તૈયાર છે, પરંતુ હાલ તેઓ મિશન પછીની જરૂરી પ્રક્રિયાઓમાંથી પસાર (Post Mission Procedures) થઇ રહ્યા છે.

ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) એ મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ સ્પેસ અને ઇસરોના ફ્લાઇટ સર્જનોની દેખરેખ હેઠળ મિશન પછીના મેડીકલ ઈવેલ્યુએશન અને રિકવરી પ્રોટોકોલમાંથી પસાર થઈ રહ્યા છે, આ પ્રક્રિયા સાત દિવસ ચાલશે.

આ પ્રક્રિયા કેમ જરૂરી?

ઇસરોએ જણાવ્યું કે સ્પેસએક્સની ટીમો દ્વારા કેપ્સ્યુલને તાત્કાલિક રિકવર કરવામાં આવ્યું હતું, અને શુભાંશુ શુક્લાને સ્વસ્થ હાલાતમાંમાં બહાર કાઢવામાં આવ્યા હતાં. ઈસરોએ વધુમાં જણાવ્યું, “મિશન પછીના ઈવેલ્યુએશન અને રિકવરી પ્રોટોકોલમાં કાર્ડિયોવેસ્ક્યુલર એસેસમેન્ટ, મસ્ક્યુલોસ્કેલેટલ ટેસ્ટ્સ અને સાઇકોલોજિકલ ડિબ્રીફ્સનો સમાવેશ થાય છે, જેનો હેતુ ભવિષ્યના મિશન માટે સંપૂર્ણ ફિઝીઓલોજીકાલ રીકવરી અને ડેટા કેપ્ચર કરવાનો છે.”

ઈસરો માટે Axiom-04 મિશન કેમ અગત્યનું?

નોંધનીય છે, ભારત સરકારની સ્પેસ એજન્સી ઈસરો Axiom-04 મિશન સાથે જોડાયેલી છે, મિશનના લોન્ચ પહેલા ઈસરોનું એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મિશન ઓપરેશન્સ ટીમ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પર તૈનાત કરવામાં આવી હતી. બાદમાં, બંને ટીમો ડોકીંગ કામગીરીમાં જોડાવા માટે હ્યુસ્ટનના જોહ્ન્સન સ્પેસ સેન્ટર પહોંચી હતી. મિશન ઓપરેશન્સ ટીમ ત્યાં જ રહી અને સમાનવ અવકાશ યાત્રાની કામગીરીના સંચાલનનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો.

આ મિશનથી મળેલો અનુભવ ભારતના પોતાના પહેલા સમાનવ અવકાશ મિશન ગગનયાન માટે ક્રૂ મિશન ઓપરેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મદદ કરશે, ઈસરો ભારત અંતરિક્ષ માટે પણ આયોજન કરી રહ્યું છે.

આ પણ વાંચો…શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં 18 દિવસ શું કર્યું? ખેતીવાડી સહિતના અનેક પ્રયોગોની જાણો વાત…

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button