આ પ્રખ્યાત અભિનેતાએ કરી આત્મહત્યા, પાંચ દિવસ પહેલા રોડ અકસ્માતમાં પાર્ટનરનું થયું હતું મૃત્યુ
તેલુગુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ‘ત્રિનયાની’ના ચંદ્રકાંત ઉર્ફે ચંદુએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો અનુસાર તેમનો મૃતદેહ તેમના ઘરમાંથી જ મળી આવ્યો છે. નોંધનીય છે કે તેમની રૂમર્ડ પાર્ટનર અને કો-સ્ટાર પવિત્રા જયરામનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું. એમ કહેવામાં આવી રહ્યું છે કે ચંદુ આ આઘાત સહન ન કરી શક્યો અને તેણે પોતાનો જીવ પણ લઈ લીધો.
ચંદ્રકાંતના નિધનના સમાચાર બહાર આવ્યા બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના આકસ્મિક નિધનના સમાચારથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. પાંચ દિવસ પહેલા લોકપ્રિય કન્નડ અને તેલુગુ ટીવી અભિનેત્રી પવિત્રા જયરામનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે બેંગલુરુથી હૈદરાબાદ જઈ રહી હતી ત્યારે તેણે તેની કાર પર કાબૂ ગુમાવ્યો અને ડિવાઈડર સાથે અથડાઈ અને પછી એક બસ પણ તેની કારને અથડાઈ. આ અકસ્માતમાં પવિત્રા જયરામનું નિધન થયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 12 મેના રોજ તેલુગુ ટીવી એક્ટર ચંદુના રૂમ પાર્ટનર પવિત્ર જયરામનું હૈદરાબાદમાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ચંદ્રકાંતને પણ ઈજા થઈ હતી. પવિત્રાના મૃત્યુ પછી, તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેને યાદ કરીને સતત ભાવનાત્મક પોસ્ટ શેર કરી રહ્યો હતો. હવે પવિત્રા જયરામના મૃત્યુના પાંચ દિવસ બાદ ચંદ્રકાંતે પણ પોતાનો જીવ લઈ લીધો છે. તેનો મૃતદેહ મણિકોંડા સ્થિત તેના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર ઇન્ડસ્ટ્રીના લોકો અને તેમના ચાહકો માટે એક મોટો આઘાત સમાન છે અને તેઓ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પવિત્રા જયરામના અવસાન બાદ ચંદુએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેણે પવિત્રા સાથે લીધેલો પોતાનો છેલ્લો ફોટો શેર કર્યો હતો જેમાં બંને હસતા પોઝ આપી રહ્યા હતા. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે- “તમે મને એકલો છોડી દીધો છે તે હકીકત હજુ પણ સ્વીકારવામાં હું અસમર્થ છું. મારી પવિ હવે રહી નથી. કૃપા કરીને તું પાછી આવ. તારી સાથે લીધેલો આ મારો છેલ્લો ફોટો છે. કૃપા કરીને મને ફરી એકવાર કૉલ કર”.
અભિનેતા ચંદુ ઉર્ફે ચંદ્રકાંત કે જેઓ પોતાની શાનદાર અભિનયને કારણે પ્રખ્યાત હતા. તેઓ ટેલિવિઝન જગતના પ્રખ્યાત કલાકારોની યાદીમાં સામેલ હતા. આટલું જ નહીં સાઉથમાં તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી હતી. પવિત્રાએ તેલુગુ શો ‘ત્રિનયની’માં થિલોત્તમાની ભૂમિકા ભજવી હતી. જ્યારે ચંદુએ તેના પતિ વિશાલનો રોલ કર્યો હતો. આ સિવાય તેણે ‘જોકલી’, ‘નીલી’, ‘રાધા રમન’ વગેરે શોમાં પણ કામ કર્યું છે.