'જેન ઝી' છે સૌથી વધુ નાખુશ, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો | મુંબઈ સમાચાર
નેશનલ

‘જેન ઝી’ છે સૌથી વધુ નાખુશ, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: 1997થી 2012ના સમયગાળા દરમિયાન જન્મેલા લોકોને ‘જેન ઝી’ તરીકે ઓળખાય છે. હાલ ‘જેન ઝી’ લોકો યુવાનીમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમની પર ડેવિડ જી. બ્લેન્ચફ્લાવર, એલેક્સ બ્રાયસન અને ઝિયાઓવેઈ ઝુએ એક સંશોધન કર્યું છે.

આ સંશોધનના તારણો “ધ ડિક્લાઈનિંગ મેન્ટલ હેલ્થ ઓફ ધ યંગ એન્ડ ધ ગ્લોબલ ડિસએપિયરન્સ ઓફ ધ અનહેપ્પીનેસ હમ્પ શેપ ઇન એજ” માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: જૂનાગઢમાં જન્મેલા આ પાકિસ્તાની ક્રિકેટરને જન્મસ્થાન જોવાની ઇચ્છા થઈ છે!

અભ્યાસમાં સામે આવી ‘જેન ઝી’ અંગે ચોંકાવનારી વાત

એક નવા વૈશ્વિક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જનરલ ઝેડ (12 થી 28 વર્ષની વયના લોકો) હવે મધ્યમ વયના લોકો કરતાં વધુ નાખુશ છે. દાયકાઓથી જોવા મળતા ‘મધ્યમ વયના દુઃખના વળાંક”ની પેટર્ન હવે ઊલટાઈ ગઈ છે.

આ અભ્યાસ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે. પરંપરાગત રીતે, લોકો યુવાનીમાં ખુશ રહે છે, મધ્યમ વયમાં દુઃખ વધે છે અને નિવૃત્તિ બાદ ફરી ખુશી વધે છે. પરંતુ, નવા અભ્યાસ મુજબ જનરલ ઝેડ એટલા નાખુશ છે કે આ પેટર્ન હવે ઊલટાઈ ગઈ છે.

CDCના ડેટા મુજબ, યુવાનોમાં નબળું માનસિક સ્વાસ્થ્ય 1993માં 2.5% થી વધીને 2024માં 6.6% થયું છે. યુવાન મહિલાઓમાં આ આંકડો 3.2% થી વધીને 9.3% થયો છે. ડેવિડ જી. બ્લેન્ચફ્લાવર, એલેક્સ બ્રાયસન અને ઝિયાઓવેઈ ઝુના જણાવ્યા મુજબ, “મધ્યમ વયનો દુઃખનો વળાંક” અદૃશ્ય થઈ ગયો છે.

તેના બદલે, યુવા પેઢી હવે “સ્કી સ્લોપ” જેવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે, જ્યાં દુઃખ ઓછી ઉંમરે શરૂ થઈને ધીમે ધીમે ઓછું થાય છે.

આપણ વાંચો: પાકિસ્તાનમાં જન્મેલા મનોજ કુમાર કયો ધર્મ ફોલો કરતાં હતા, જાણો છો?

શાળામાં સ્માર્ટફોન પર પ્રતિબંધ જરૂરી

સંશોધકોના મતાનુસાર ‘જેન ઝી’ની આ સ્થિતિ માટે અનેક કારણો જવાબદાર છે. યુવાનો સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં મોટા થઈ રહ્યા છે, જેની તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક રીતે અસર થઈ રહીં છે.

કોવિડના કારણે ‘જેન ઝી’એ તેમનું બાળપણ અને મોટાભાગનો કોલેજકાળ ઘરે જ વિતાવ્યો છે. ‘જેન ઝી’ પેઢી અન્ય પેઢીઓ કરતાં સરેરાશ વ્યક્તિગત દેવું વધુ ધરાવે છે. એલેક્સ બ્રાયસનના જણાવ્યાનુસાર , સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ યુવાનોના દુઃખનું મુખ્ય કારણ હોઈ શકે છે.

તેથી સંશોધકોએ શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની અને અને યુવાનોને વ્યક્તિગત સામાજિક પ્રવૃત્તિઓમાં પાછા ફરવા પ્રોત્સાહિત કરવાની ભલામણ કરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button