ઓડિશામાં ચોંકાવનારી ઘટના: નશામાં ધૂત યુવકે જીવતો નાગ ચાવી ખાધો, ડૉક્ટરો આશ્ચર્યમાં મૂકાયા

બલાંગીર: શ્વાન માણસને બચકું ભરે એ સામાન્ય વાત છે. તેને ખાસ કરીને પીડિત સિવાય કોઈ ધ્યાને લેતું નથી. પરંતુ જો કોઈ માણસ શ્વાનને જોરદાર બચકું ભરી લે, તો સૌનું ધ્યાન તેની તરફ ખેંચાય છે. જોકે, વાત અહીં શ્વાનની નહી પણ સાપની કરવાની છે. ઓડિસામાં એક વ્યક્તિ નાગને ચાવી ખાધો છે. તેણે આ કેવી રીતે કર્યુ? આવો જાણીએ.
સાપના ટુકડા યુવકના પેટમાં ગયા
ઓડિશાના બલાંગીર જિલ્લાના તેંતુલીખુંટી જિલ્લાની વાત છે. ગામનો એક યુવક દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં તે જ્યારે નશામાં ધૂત હતો. ત્યારે તેણે એક પરાક્રમ કરી નાખ્યું હતું. આ યુવકે નાગને પકડીને મોંમા નાખીને ચાવવા લાગ્યો હતો. આ રીતે તેણે નાગના કેટલાક ટુકડાને પેટમાં પણ ઉતારી દીધા હતા. આ રીતે ગંભીર પરિસ્થિતિમાં મૂકાયેલા યુવકને તેનો પરિવાર નજીકના ભીમભોઈ હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
યુવકની સારવાર કરનાર ભીમભોઈ હૉસ્પિટલના ડૉક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, અમારી હૉસ્પિટલમાં એક વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો છે, જેણે નાગને ચાવીને તેના ટુકડા ગળી ગયો છે. આ એક ભયંકર ઘટના છે. સામાન્ય રીતે લોકો વિચારે છે કે, જો કોઈ વ્યક્તિ સાપ ગળી જાય અથવા ખાઈ જાય તો તે જીવતો રહી શકતો નથી. પરંતુ તેવું હોતું નથી. દર 100 સાપ પૈકીના માત્ર 10 સાપ જ ઝેરી હોય છે. સાપ 14 દિવસમાં એકવાર ઝેરી બને છે. આ સમયગાળા દરમિયાન જો સાપને કોઈ ખાઈ લે તો તેના ઝેરની અસર થઈ શકે છે. અન્યથા તેની અસર થતી નથી.”
આપણ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર ગરમાશે: I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં 24 પક્ષોએ સરકારને ઘેરવા મુદ્દાઓ નક્કી કર્યા!
સાપને ખાવાથી નુકસાન કે ફાયદો?
ડૉક્ટરે વધુમાં જણાવ્યું કે, “જો સાપનું ઝેર લોહીમાં ભળે છે, તો જ તે વધારે નુકસાનકારક સાબિત થાય છે. પરંતુ જો કોઈ સાપને ખાઈ લે છે, તો તેના ઝેરી કિટાણુઓ પેટમાં જાય છે. જે આપણા શરીરમાં હાજર ગેસ્ટ્રિક એસિડનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી ચીન જેવા દેશોમાં લોકો સાપની વાનગીઓ બનાવીને સેવન કરે છે. જો સાપને ખાતી વખતે વ્યક્તિના મોંઢામાં કોઈ ઈજા પહોંચે છે અથવા તેના મોંઢામાં જો લોહીનો વહી જાય છે. તો સાપ કરડ્યો હોય તેવી અસર થાય છે.”
ઉલ્લેખનીય છે કે, પીડિત યુવક હાલ ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. યુવકે નશાની હાલતમાં સાપને ચાવી લીધો કે અન્ય કોઈ કારણોસર આવું કૃત્યુ કર્યું? એ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, હાલ યુવકનો જીવ સલામત રહે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.