નેશનલસ્પેશિયલ ફિચર્સ

Anant Ambaniની પ્રિ-વેડિંગ બેશ પાર્ટીમાં Shloka Mehtaએ પહેર્યો એટલો અધધધ મોંઘો આઉટફિટ કે…

અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં ઈટાલી ખાતેની લેવિશ અને લક્ઝુરિયસ ક્રુઝ પાર્ટી (Levish And Laxurious Cruise Party)ને કારણે લાઈમલાઈટમાં છે. દરરોજ આ પાર્ટીને લઈને જાત જાતની વાતો હેડલાઈન્સ બની રહી છે પછી એ મહેમાનોને આપવામાં આવેલી મોંઘી મોંઘી રિટર્ન ગિફ્ટ્સ ની વાત હોય કે અંબાણી પરિવારની માનુનીએ પહેરેલાં મોંઘા મોંઘા આઉટફિટ્સ, ઘડિયાળની વાત હોય. આ તમામ વસ્તુઓની ચર્ચા સતત સમાચારોમાં વાંચવા અને જોવા મળી મળી રહી છે. હવે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીનો આઉટફિટ ચર્ચાનું કારણ બન્યો છે…

આ પણ વાંચો: અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ મહેમાનોને મળી અધધધ… લક્ઝરી ગિફ્ટ્સ..

લાડકા દિયર અનંત અંબાણી (Anant Ambani)ની વેડિંગ બેશ પાર્ટીમાં અંબાણી પરિવારની મોટા વહુરાણી એટલે કે શ્લોકા મહેતા (Shloka Maheta)એ પણ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant), સાસુ નીતા અંબાણી (Nita Ambani)ની જેમ જ મોંઘોદાટ આઉટફિટ પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ એવું તે શું ખાસ પહેર્યું હતું શ્લોકાએ અને કેટલી છે તેની કિંમત…

શ્લોકા મહેતાની ફેશનસેન્સ એકદમ કમાલની છે અને હાલમાં જ એક મેગેઝિનમાં ક્રૂઝ પાર્ટીના કેટલાક ફોટો છપાયા હતા. આ ફોટોમાં શ્લોકાના આઉટફિટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ આઉટફિટ શ્લોકાએ લા ડોલ્સે વીટા ઈવેન્ટમાં એક સોફ્ટ પિંક કલરનો ઓફ શોલ્ડર મેક્સી ડ્રેસ પહેર્યો હતો. સ્વીટહાર્ટ નેકલાઈનવાળા આ ડ્રેસ સાથે શ્લોકાએ હળવો મેકઅપ કર્યો હતો. ઓપન હેરમાં શ્લોકા એકદમ કમાલની લાગી રહી હતી. શ્લોકાનો આ ડ્રેસ આ ઈવેન્ટ માટે એકદમ પરફેક્ટ હતો, કારણ કે આ ઈવેન્ટની થીમ હતી ઈટાલિયન સમર.

આ પણ વાંચો: અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ રાધિકા મર્ચન્ટના સિન્ડ્રેલા લૂકના દિવાના થયા લોકો

શ્લોકા આ બ્યુટીફૂલ આઉટફિટમાં એકદમ ગર્જિયસ લાગી રહી હતી અને આ ઈવેન્ટમાં તેને દિલ ખોલીને મસ્તી કરતાં જોવા મળી હતી. પોપલિન ડ્રેપ્ડ મેક્સી ડ્રેસ Giambattista Valli બ્રાન્ડનો છે અને તેની કિંમત આશરે 3745 ડોલર એટલે કે આશરે 3,12,877 રૂપિયા હોવાનો દાવો એક ઈન્સ્ટા ફેન પેજ પર કરવામાં આવ્યો છે.

આ પહેલાં પણ ઈન્સ્ટા ફેન પર શ્લોકા મહેતા (Shloka Mehta)નો એક વીડિયો સેર કરવામાં આવ્યો છે જેમાં કે દિયર અનંત અંબાણીની પ્રિ-વેડિંગ બેશ પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં તે પોતાના દીકરા પૃથ્વી અને મમ્મી મોના મહેતા સાથે જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button