નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

MP: પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણ લોકસભાની આ બેઠક પરથી થઈ શકે છે BJPના ઉમેદવાર

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાના ચોગઠાં ગોઠવવામાં વ્યસ્ત છે. સીટ શેરિંગને લઈને INDIA ગઠબંધન સાથે વિવિધ પાર્ટીઓની વાત હજુ સુધી જામી નથી રહી તેવામાં ભાજપ જોર શોરથી ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. ‘અબ કી બાર 400 કે પાર’ના ટાર્ગેટ સાથે NDAએ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં અમુક અમુક સીટો પર AAP અને સમાજવાદી પાર્ટીએ પોતપોતાના ઉમેદવરોની ઘોષણા કરી દીધી છે. તેવામાં મધ્યપ્રદેશને લઈને મીડિયામાં એક મહત્વની ખબર આવી છે.

આગામી લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભાજપ મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણને (Shivraj Singh Chouhan) વિદિશા લોકસભા સીટ (Vidisha Loksabha Seat) પરથી ઉતારી શકે છે. મધ્ય પ્રદેશની મધ્યમાં આવેલો વિદિશા જિલ્લો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે. બૌદ્ધ તીર્થસ્થાન સાંચી, જેના સ્તૂપ સમગ્ર વિશ્વમાં જાણીતા છે, આ મતવિસ્તારમાં આવે છે. અહીંની વસ્તી લગભગ 14.5 લાખ છે. છેલ્લી વખત 1984માં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા હતા. ત્યારથી અહીં ભાજપનો દબદબો યથાવત છે. ભાજપ 1989થી લોકસભા ચૂંટણી જીતી રહ્યું છે.

ભાજપના રમાકાંત ભાર્ગવ હાલમાં વિદિશાથી સાંસદ છે. 2019ની ચૂંટણીમાં રમાકાંત ભાર્ગવે કોંગ્રેસના શૈલેન્દ્ર રમેશચંદ્ર પટેલને હરાવ્યા હતા. આ બેઠક પર 12,50,244 મત પડ્યા હતા. રમાકાંત ભાર્ગવને 8,53,022 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શૈલેન્દ્ર રમેશચંદ્ર પટેલને 3,49,938 વોટ મળ્યા. પરંતુ આ વખતે રમણકટ ભાર્ગવ આ બેઠક ગુમાવી શકે છે.

વિદિશામાં સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હોય છે. બંને પક્ષો આ વખતે કોને ટિકિટ આપશે? આ અંગે હજુ સંપૂર્ણ નિર્ણય લેવાયો નથી, પરંતુ બંને પક્ષોના અનેક નામો મેદાનમાં છે. ભાજપની વાત કરીએ તો વિદિશા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો હોમ જિલ્લો કહેવાય છે.

તેણે અહીંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ અહીંથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે, શિવરાજ ચૌહાણ અહીંથી ઉમેદવાર બને તો નવાઈ નહીં. આ સિવાય રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોનું નામ પણ આ યાદીમાં છે. સંઘ પર તેમની સારી પકડ છે. તે આ જગ્યાનો રહેવાસી છે અને તેણે આ વિસ્તારમાં સખત મહેનત કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button