Sheikh Hasina બાંગ્લાદેશ પરત ફરે તો શું થાય ? જાણો શું કહે છે બાંગ્લાદેશના કાયદાઓ
નવી દિલ્હી : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનામાં(Sheikh Hasina)પ્રત્યાર્પણ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. જેમાં બાંગ્લાદેશ સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશમાં બળવા પછી 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.
ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી શકે
હાલમાં ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013 ફોજદારી કેસો માં પ્રત્યાર્પણપાત્ર અંગે થયેલી સંધિ મુજબ. ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી શકે છે. શેખ હસીના બાંગ્લાદેશ જશે તો તેમનું શું થશે? ચાલો જાણીએ, આ અંગે બાંગ્લાદેશના કાયદા શું છે.
Also read:શેખ હસીનાના બ્રિટન જવાના દરવાજા વિદેશ પ્રધાન એસ. જયશંકર ખોલી શકશે?
બાંગ્લાદેશ સરકાર જેલમાં હવાલે કરી શકે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં કુલ 51 કાનૂની કેસ નોંધાયેલા છે. જેમાંથી 42 કેસ હત્યાના છે. જે એકદમ ગંભીર છે. આ સ્થિતિમાં જો શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરે તો તેમની સામે નોંધાયેલા કેસોમાં કાર્યવાહી થઈ શકે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ સરકાર તેમને જેલમાં પણ મોકલી શકે છે.
હત્યાના ગુના માટે મૃત્યુદંડની સજા
શેખ હસીના વિરુદ્ધ 42 હત્યાના કેસ નોંધાયેલા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશના કાયદા પર નજર કરીએ તો તે તેમના માટે ખૂબ મુશ્કેલી થઈ શકે છે. બાંગ્લાદેશમાં હત્યાના ગુના માટે આકરી સજા છે. બાંગ્લાદેશ પીનલ કોડ, 1860 હેઠળ, હત્યાના ગુના માટે મૃત્યુદંડ પણ આપી શકાય છે. તો તેની સાથે આજીવન કેદ અને દંડ પણ થઈ શકે છે.