‘રાષ્ટ્રીય શોક હોવા છતાં રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ગયા…’, ભાજપે વિપક્ષી નેતા પર કર્યો મોટો હુમલો…

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક પાળવામાં આવી રહ્યો છે. દેશવિદેશના મહાનુભાવો તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એવા સમયે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન અનાદર અને ગેરવહીવટ થયો હતો.
આ પણ વાંચો : Manmohan Singh ના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી અંગે કોંગ્રેસ પાર્ટીએ કરી આ સ્પષ્ટતા
ભાજપે તેમના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. હવે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અસ્થિ વિસર્જન સમયે કૉંગ્રેસના નેતાઓ ગેરહાજર હોવા અંગે ભાજપે પ્રહારો કર્યા છે. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું છે કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય શોક વચ્ચે વિદેશ ગયા છે.
તેમણે રાહુલ ગાંધીની ‘વિદેશ યાત્રા’ પર સવાલ ઉઠાવ્યા છે. બીજેપી નેતાએ કહ્યું કે એવા સમયે જ્યારે દેશ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે શોકમાં છે, ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘પાર્ટી’ માટે રવાના થઈ ગયા છે.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે મનમોહન સિંહના નિધન પર દેશભરમાં શોક છે ત્યારે રાહુલ ગાંધી નવું વર્ષ માણવા વિયેતનામ ગયા છે. પોતાની રાજકીય સગવડતા માટે તેમણે ડૉ. મનમોહન સિંહના મૃત્યુ પર રાજનીતિ કરી છે, પરંતુ તેમની નફરત લોકોને જોવા મળી રહી છે. ગાંધી પરિવાર અને કોંગ્રેસ શીખોને નફરત કરે છે.
જોકે, રાહુલ ગાંધી અને પાર્ટી, ફોરેન ટુરીઝમ એક સામાન્ય વાત બની ગઈ છે. દેશમાં જ્યારે 26/11નો હુમલો થયો હતો ત્યારે પણ તેઓ પાર્ટી કરી રહ્યા હતા. તેમને પૂર્વ વડા પ્રધાનના સન્માનની ચિંતા નથી. તેમના અસ્થિ વિસર્જનમાં પણ ભાજપના નેતાઓ હાજર હતા પણ જ્યારે કોંગ્રેસમાંથી કોઈ નહોતું.
આ પણ વાંચો : હરિયાણાના આ ગામનું નામ કાર્ટરપૂરી કેમ રાખવામાં આવ્યું? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે છે ખાસ સંબંધ
ભાજપના નેતાઓના આવા તીખા હુમલા બાદ એક વાત તો નક્કી છે કે આ વિવાદ લાંબો ચાલશે.