ટોપ ન્યૂઝનેશનલ

વિજયાદશમીના અવસરે આરએસએસનું શસ્ત્ર પૂજન, જાણો મોહન ભાગવતે શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) આજે મંગળવારે વિજયાદશમીના રોજ તેનો 95મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પહોંચ્યા હતા. તેમની સાથે ગાયક-સંગીતકાર શંકર મહાદેવન પણ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે સંસ્થાના સ્થાપક કેબી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. મોહન ભાગવતે ‘શસ્ત્ર પૂજા’ કરી હતી. વિજયાદશમીના અવસર પર કાર્યકરોએ ‘પથ સંચલન’ એટલે કે રૂટ માર્ચનું પણ આયોજન કર્યું હતું.

આ પ્રસંગે સંઘ કાર્યકર્તાઓને સંબોધતા સર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ એ ધર્મની ગરિમા છે. આપણે તેમના ચરિત્રને અનુસરવું જોઈએ જેથી દેશને કટ્ટરતાથી બચાવી શકાય. તેમણે કહ્યું કે, કટ્ટરતા ધાર્મિક ઉન્માદને જન્મ આપે છે.

મોહન ભાગવતે કહ્યું, દર વર્ષે ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. જી-20 સમિટમાં ભારતીયોની આતિથ્ય સત્કારનો સમગ્ર વિશ્વએ અનુભવ કર્યો. લોકોએ આપણા હૃદયની સદભાવના જોઈ. આપણી રાજકીય કુશળતા જોઈ. પહેલીવાર વસુધૈવ કુટુમ્બકમની વાત થઈ, કરુણાના વૈશ્વિકરણની વાત હતી. એશિયન ગેમ્સમાં આપણા ખેલાડીઓએ 107 મેડલ જીત્યા હતા. આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે.

આપણા બંધારણના પહેલા પેજ પર જેમનો (રામ) ફોટો છે, તેમનું ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. આપણે બધા ત્યાં જઈ શકીશું નહીં, પરંતુ આપણે આપણી આસપાસના મંદિરોમાં જઈ શકીએ છીએ, આપણે દેશમાં ધાર્મિકતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આપણે ભારતના અમૃતકાળને જોઈ રહ્યા છીએ.

સ્વયંસેવકોને સંબોધતા સંઘના વડાએ કહ્યું, મણિપુર શાંતિપૂર્ણ હતું, પરસ્પર વિખવાદ અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? શું મણિપુર હિંસા પાછળ સરહદ પારના આતંકવાદીઓ હતા? કોણે મેઇતેઇ અને કુકી સમુદાયો એકબીજા સામે ઊભા કરી દીધા? તે સરહદી વિસ્તાર છે, ત્યાં સંઘર્ષ થાય તેમાં ફાયદો કોને? હિંસા બાદ ગૃહ પ્રધાન અને અન્ય પ્રધાનો ત્યાં ગયા અને શાંતિ પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. આ હિંસા ભડકાવનારા કોણ હતા?  જોતાં જ સ્પષ્ટ થાય છે કે આ થયું નથી, કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે આપણે એકતા તરફ આગળ વધવાનું છે. મણિપુરમાં સંઘના સ્વયંસેવકો કામ કરી રહ્યા છે, અમને તેમના પર ગર્વ છે. ત્યાં વિશ્વાસ તૂટી ગયો છે અને વિશ્વાસ પુનઃનિર્માણ માટે લાંબો સમય કામ કરવું પડશે. આપણી સંસ્કૃતિ આપણને જોડે છે. જિલ્લાથી દેશ, દેશથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વ. આ આપણને વસુધૈવ કુટુંબકમ શીખવે છે.

મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા શંકર મહાદેવને સરસ્વતી વંદના કરી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું, ‘મારે આના પર શું કહેવું? હું તમને વંદન કરું છું. અખંડ ભારતની આપણી વિચારધારા, પરંપરાઓ અને સંસ્કૃતિને જાળવવામાં RSSનું યોગદાન અનન્ય છે. હું નસીબદાર છું. આમંત્રણ વ્યક્તિગત હતું, જે ખૂબ જ પ્રેમથી આપવામાં આવ્યું હતું

તેમણે વધુમાં કહ્યું, RSS પરિવારના સભ્યોએ દેશ માટે જે કામ કર્યું છે અને કરશે તેના માટે હું તમારા માટે આશીર્વાદ માંગું છું. હું આભાર માનું છું કે આપણી સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે તમારા જેટલા પ્રયત્નો દેશમાં કોઈએ કર્યા નથી. આ વિશ્વ શાંતિનો મંત્ર છે. આપણો દેશ એવો છે કે અહીં દરેક મનુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો