‘સિંઘ ઈઝ કિંગ’ શશિ થરૂરે લોકસભામાં ઘૂસેલા પ્રદર્શનકારીને પકડનાર સાંસદના વખાણ કર્યા
નવી દિલ્હી: ગઈ કાલે બુધવારે સંસદની સુરક્ષા વ્યવસ્થા તોડીને બે પ્રદર્શનકારીઓ લોકસભાના ગૃહમાં ઘુસી ગયા હતા. કોંગ્રેસ સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ લોકસભામાં ઘુસેલા પ્રદર્શનકારીને સૌથી પહેલા પકડ્યો હતો. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કોંગ્રેસ પાર્ટીના સાંસદ ગુરજીત સિંહ ઔજલાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ઔજલાએ જે રીતે સંસદમાં ઘૂસેલા પ્રદર્શકારીઓને પકડ્યા તે દર્શાવે છે કે સિંઘ ઇઝ કિંગ.
શશિ થરૂરે ઔજલાના વખાણમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ગૃહમાં ઘૂસેલા પ્રદર્શનકારીનો મુકાબલો કરવા બદલ હું તેમની પ્રશંસા કરું છું. “સિંઘ ઈઝ કિંગ”! તમે અદ્ભુત છો ઔજલા, તમે પણ ખૂબ બહાદુર છો.
ઉલ્લેખનીય છે કે ઘુસણખોરીને અંજામ આપનારા તમામ આરોપીઓ અલગ-અલગ રાજ્યોના છે, પરંતુ તેઓ બધાની એક કોમન લિંક છે – ‘ભગત સિંહ ફેન ક્લબ’ નામનું સોશિયલ મીડિયા પેજ. સંસદની બહાર પણ નીલમ આઝાદ અને અમોલ શિંદે નામના પ્રદર્શનકારીઓએ પીળા અને લાલ ધુમાડાની સ્ટીક્સનો ઉપયોગ કર્યો અને “તાનાશાહી નહીં ચલેંગી”ના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
શર્મા લખનઉનો રહેવાસી છે અને મનોરંજન મૈસુરનો રહેવાસી છે. નીલમ જીંદ, હરિયાણાની રહેવાસી છે અને અમોલ શિંદે મહારાષ્ટ્રનો રહેવાસી છે.
જાણકારી મુજબ અમોલ શિંદે મહારાષ્ટ્રમાંથી તેની સાથે ધુમાડાના કેન લાવ્યો હતો. ઈન્ડિયા ગેટ ખાતે મીટીંગ દરમિયાન ગ્રુપના સભ્યોમાં કેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પછી, સમગ્ર યોજનાને અમલમાં મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી.