સંસદમાં હોબાળો: રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા શશિ થરૂર, પૂર્વ આર્મી ચીફના પુસ્તક અંગે આપ્યું મોટું નિવેદન…

આજે સંસદમાં રાહુલ ગાંધીએ જે મુદ્દા પર ચર્ચા કરવાની વાત કરી હતી તેને લઈને સંસદમાં હોબાળો થયો અને સંસદને સ્થગિત કરવાનો પણ વખત આવ્યો હતો. ગૃહની કાર્યવાહી પહેલા સાંજે 4 વાગ્યા સુધી અને ત્યારબાદ આજે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. મૂળ વાત એ છે કે, આજે સંસદમાં રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર સીધું નિશાન સાધ્યું હતું, પરંતુ સરકારે આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો અને આ ચર્ચાને રેકોર્ડમાં ના લેવાની વાત કહી હતી. હવે આ વિવાદમાં શશિ થરૂર રાહુલ ગાંધીની સમર્થનમાં આવ્યાં છે.
સંસદમાં શા માટે હોબાળો થયો હતો?
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, મને એવું લાગે છે કે, આ મુદ્દે સરકાર ખોટું અને વધારે પડતી પ્રતિક્રિયા આપી રહી છે. કારણ કે, જ્યા સુધી હું સમજું છું રાહુલ ગાંધીએ જે મુદ્દે વાત કરવા માંગતા હતા તે પહેલેથી જાહેર થયેલો છે. તેઓ (રાહુલ ગાંધી) કારવાં મેગેઝિનમાં છપાયેલા આર્ટિકલનો સંદર્ભ આપી રહ્યાં હતાં. જેમાં પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના એક સંસ્મરણનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે હજી સુધી ક્યાય છપાયું નથી. શશિ થરૂરનું કહેવું છે કે, સરકારે આ મુદ્દે વિરોધ કર્યો તેના કારણે પુસ્તક કેમ નથી છપાયું તેના પર બોલવાની જરૂર હતી.
સરકારે આના પર વધારે પ્રતિક્રિયા આપી દીધીઃ થરૂર
વધુમાં શશિ થરૂરે કહ્યું કે, જે વાતનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ કહ્યું છે તે મેગેઝિન પહેલેથી જ જાહેર થયેલું છે. રાહુલ ગાંધીએ જે વાતનો સંસદમાં ઉલ્લેખ કર્યો તે આર્ટિકલને કોઈ પણ વ્યક્તિ આ વાંચી શકે છે. પરંતુ મને લાગે છે કે, સરકારે આના પર વધારે પ્રતિક્રિયા આપી દીધી છે. આજે બપોરે કોઈ જ કારણ વગર સંસદ સ્થગિત કરવામાં આવી હતી. શશિ થરૂરનું કહેવું છે કે, આ જો મુદ્દા પર સંસદમાં વાત થઈ હોત તો સારૂ હતું, કારણ કે સંસદ આના માટે જ તો છે! જો રાહુલ ગાંધીના તથ્યો ખોટા હતા તો પછી તેમાં સૌથી સારો જવાબ સરકાર સંસદમાં જવાબ આપીને તથ્યો પર વાત કરી શકતી હતી અને આવા તથ્યો ફરી સામ આવતા રોકવાનો છે.
આ પણ વાંચો…સંસદ બહાર રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા…
રાહુલ ગાંધીએ ક્યાં મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી?
મૂળ વાત એ છે કે, સંસદની બહાર રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો. સાંસદે કહ્યું કે, ‘આ (સંસદમાં થયેલી ચર્ચા) હું નથી કહી રહ્યો, પણ આર્મી ચીફે પોતે તેમના પુસ્તકમાં લખ્યું છે. પરંતુ તે પુસ્તકને પ્રકાશિત થવા દેવામાં આવતું નથી, તેને સ્થગિત કરવામાં આવ્યું છે’. જ્યારે સરકારનું કહેવું છે કે, જે પુસ્તર હજી છપાયું જ નથી તેની પર સંસદમાં કેવી રીતે ચર્ચા કરી શકાય! જેના કારણે આ વિવાદ હવે તમામ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઈ રહ્યો છે.



