
આજથી શરૂ થયેલો નવેમ્બર મહિનો 12-12 રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ એક તરફ જ્યાં શુક્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે તો બીજી બાજું ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિ દેવ પણ માર્ગી થઈ રહ્યા છે. હાલમાં શનિદેવ પોતાની જ રાશિ કુંભમાં છે અને એને કારણે શશ યોગ બની રહ્યો છે. આ ઉપરાંત આ જ મહિનામાં ચંદ્રમા પણ મેષ રાશિમાં પ્રવેશી રહ્યો છે જ્યાં પહેલાંથી ગુરૂની હાજરી છે, જેને કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે. આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પણ તેમ છતાં કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ બંને યોગની વિશેષ અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળીઓ રાશિઓ-

નવેમ્બર મહિનો મિથુન રાશિના લોકો માટે લકી સાબિત થઈ રહ્યો છે. નાની નાની સમસ્યાઓ તરફ આંખ આડા કાન કરશો તો વેપાર અને કરિયરમાં ખૂબ જ સારો એવો લાભ થઈ રહ્યો છે. સંતાન તરફથી કોઈ ગુડ ન્યુઝ સાંભળવા મળી શકે છે. જો વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો એમાં સફળતા મળી શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. બિઝનેસની વાત કરીએ તો આ સમયગાળામાં મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.

આગળ વધીએ અને વાત કરીએ બીજી રાશિ કર્ક વિશે. કર્ક રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો ભાગ્યના દરવાજા ખોલી રહ્યો છે. આ સમયગાળામાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. બિઝનેસમાં કે શેરબજારમાં રોકાણ કરવા માટે આ એકદમ ઉત્તમ તક છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશો. વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. નોકરી શોધી રહેલાં લોકોને સારી ઓફર આવશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને જૂના સંભારણા વાગોળશો..

મકર રાશિના લોકો માટે પણ આ મહિનો ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહ્યો છે. આ રાશિના લોકો પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશે. ભાગ્યનો સાથ મળતાં તમે તમામ ક્ષેત્રમાં સફળતા હાંસિલ કરશો. કરિયરમાં પણ પ્રગતિ થવાની પૂરેપૂરી શક્યતા છે. કામના સ્થળે તમારા યોગદાન અને પરિશ્રમને ધ્યાનમાં લઈને પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ આજે પૂરા થતાં જણાઈ રહ્યા છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે.