આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

“બાબાનાં નિધન પર તો……” મનમોહન સિંહ માટે સ્મારકની માંગ મામલે શર્મિષ્ઠા મુખર્જીએ કરી કોંગ્રેસની ટીકા

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનાં પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો છે અને આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવામાં આવે. કોંગ્રેસની આ માંગને લઈને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટીકા કરી છે.

શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસની કરી ટીકા
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસની આ માંગને લઈને આકરી ટીકા કરી છે. શર્મિષ્ઠાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને દાવો કર્યો છે 2020માં જ્યારે તેમના પિતા અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું અવસાન થયું ત્યારે કોંગ્રેસ નેતૃત્વએ કોંગ્રેસ કાર્યકારી સમિતિ દ્વારા શોકસભા બોલાવવાની તસ્દી પણ લીધી ન હતી. શર્મિષ્ઠાએ કોંગ્રેસ નેતૃત્વ પર આ મુદ્દે તેમને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો છે.

કોંગ્રેસનાં નેતાએ કહ્યું આવી કોઈ પરંપરા……
શર્મિષ્ઠાનાં આરોપ અનુસાર, કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાએ તેમને કહ્યું હતું કે દેશના રાષ્ટ્રપતિઓનાં નિધન પર પક્ષની CWC દ્વારા શોકસભા બોલાવવાની કોઈ પરંપરા રહી નથી. શર્મિષ્ઠા મુખર્જીએ પણ કોંગ્રેસના નેતાઓની આ દલીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમને તેમના પિતાની ડાયરીમાંથી જાણવા મળ્યું હતું કે અન્ય પૂર્વ રાષ્ટ્રપતિના મૃત્યુ પર CWCની બેઠક બોલાવવામાં આવી હતી. તે દરમિયાન શોક સંદેશનો ડ્રાફ્ટ તેમના પિતા પ્રણવ મુખર્જીએ પોતે તૈયાર કર્યો હતો.

આ પણ વાંચો…નિગમ બોધ ઘાટ પર આજે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર…

કોંગ્રેસે નરસિમ્હા રાવનું ક્યારેય સ્મારક ન બનાવ્યું
શર્મિષ્ઠા મુખર્જીએ ભાજપનાં સીઆર કેસવનની એક પોસ્ટ ટાંકી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે પક્ષનાં અન્ય રાજકારણીઓની અવગણના માત્ર એટલા માટે જ કરી કારણ કે તેઓ ગાંધી પરિવારના સભ્ય ન હતા. આ મુદ્દે તેમણે ડૉ. સંજય બારુ દ્વારા લખાયેલા પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના એક પ્રકરણનો સંદર્ભ આપ્યો હતો. જેમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે 2004માં મૃત્યુ પામેલા પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ માટે દિલ્હીમાં ક્યારેય સ્મારક બનાવ્યું ન હતું તે અંગે વાત કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button