કુણાલ કામરાએ Ola Electricના શેરમાં ગાબડું પાડ્યું! આટલા ટકાનો ઘટાડો

મુંબઈ: સોમવારે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી (Ola Electric Mobility)ના શેરના ભાવમાં તોતિંગ ઘટડો થયો હતો. સોશિયલ મીડિયા x પર કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) સાથે કંપનીના સીઈઓ ભાવીશી આગ્રવાલ (Bhavishi Agrawal)ની દલીલો બાદ કંપનીની સર્વિસની ભારે ટીકા થઇ રહી છે. NSE પર કંપનીનો શેર 9.14 ટકા ઘટીને રૂ. 90 પ્રતિ શેર થયો હતો.
અહેવાલ અનુસાર, બીએસઈ પર ઓલાનો શેર 8.93 ટકા ઘટીને રૂ. 90.20 પ્રતિ શેર પર આવી ગયો છે. ત્યાર બાદ શેર NSE અને BSE પર અનુક્રમે 9.59 ટકા અને 9.43 ટકા ઘટીને રૂ. 89.55 અને રૂ. 89.71ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચી ગયા હતાં.
નોંધનીય છે કે ગઈ કાલે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓલાના સ્થાપક ભાવિશ અગ્રવાલ અને સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વચ્ચે સ્કૂટરની સર્વિસ બાબતે શાબ્દિક યુદ્ધ શરુ થયું હતું. ભાવિશ અગ્રવાલ કુણાલને ઉડાઉ જવાબ આપ્યા હતાં, ત્યાર બાદ ઘણા યુઝર્સે ઓલા સ્કૂટરની સર્વિસ અને ક્વોલીટી પર સવાલ ઉઠાવતા પોસ્ટ્સ કરી હતી.
આ વર્ષે ઓગસ્ટમાં ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીનો શેર રૂ. 76ની ઈશ્યૂ કિંમતે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી શેરની કિંમાર ઊંચકાઈને રૂ. 157 પર પહોંચી ગયો હતો.
હવે કુણાલ કામરાની પોસ્ટને કારણે કંપનીને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.