Share Market Opening: RBI પોલિસી જાહેર કરે એ પહેલા બજારની ઠંડી શરૂઆત, આ શેરોમાં તેજી | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

Share Market Opening: RBI પોલિસી જાહેર કરે એ પહેલા બજારની ઠંડી શરૂઆત, આ શેરોમાં તેજી

મુંબઈ: આજે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) બાયમંથલી મોનેટરી પોલિસીની જાહેરાત કરે એ પહેલા શેરબજારમાં સપાટ શરૂઆત (Share Market opening today) થઈ હતી. ગ્રીન સિગ્નમાં ખુલ્યા બાદ બજારમાં ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. શરૂઆતમાં BSE સેન્સેક્સ 10.06 પોઈન્ટ વધીને 81,767.24 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 9.55 પોઈન્ટ ઘટીને 24,698.85 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ શેરોમાં તેજી:
આજે ICICI બેંક, M&M, ITC, JSWSTEEL, BHARTIARTL, SUNPHARMA, NTPC, INDUSINDBK અને HCLTECH તેજી જોવા મળી હતી. તે જ સમયે, ઇન્ફોસિસ, HDFC બેંક, ટાટા મોટર્સ વગેરે જેવા શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Also Read – શેરબજારમાં હરિયાળી: આટલા ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ થયું, આ શેર્સમાં વધારો

રોકાણકારોને ફાયદો:
છેલ્લા પાંચ સત્રોથી સ્થાનિક બજારમાં ચાલી રહેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં 15.18 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સ 2,722.12 પોઈન્ટ એટલે કે 3.44 ટકા વધ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 809.53 પોઈન્ટ વધીને 81,765.86 પર બંધ થયો હતો. BSE સેન્સેક્સ લિસ્ટેડ 30 કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન છેલ્લા પાંચ સત્રમાં રૂ. 15,18,926.69 કરોડ વધીને રૂ. 4,58,17,010.11 કરોડ થયું છે. જ્યારે NSE નિફ્ટી ગુરુવારે 240.95 પોઈન્ટના વધારા સાથે 24,708.40 પોઈન્ટ પર બંધ થયો હતો.

Back to top button