Ratan Tataના આ નજીકના મિત્રને Tata Motorsમાં મળી મહત્ત્વની જવાબદારી, પોસ્ટ કરીને આપી માહિતી..
જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ના નજીકના મિત્રો શાંતનું નાયડુને ટાટા મોટર્સમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. શાંતનુ નાયડુએ લિંક્ડઈન પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને આ બાબતે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે હું ટાટા મોટર્સમાં હવે નવું પદ સંભાળવા જઈ રહ્યો છું.
લિંક્ડ ઈન પર કરેલી ઈમોશનલ પોસ્ટમાં શાંતનુએ જણાવ્યું છે કે મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે હું ટાટા મોટર્સમાં જનરલ મેનેજર, હેડ-સ્ટ્રેટેજિક ઈનિશિયેટિવ તરીકે નવું પદ સંભાળવા જઈ રહ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે શાંતનું માટે અંગત રીતે આ ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે.
આ પણ વાંચો: વાચકો માટે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો રતન ટાટા મેનેજર શાંતનુ નાયડુએ,જાણો વિગતો
શાંતનુએ પોતાની પોસ્ટમાં ટાટા ગ્રુપ સાથેના પોતાના ફેમિલી રિલેશન પર એક થોટ રજૂ કરતાં લખ્યું હતું કે જ્યારે મારા પિતા ટાટા પ્લાન્ટમાંથી સફેદ શર્ટ અને નેવી પેન્ટ પહેરીને ઘરે આવતાં ત્યારે હું તેમની રાહ જોતો બેસી રહેતો હતો. હવે સર્કલ પૂરો થઈ ગયો છે. તેમણે ટાટા નેનો સાથેનો એક સેલ્ફી પણ શેર કર્યો હતો.
ટાટા મોટર્સ રતન ટાટાની ડ્રીમ કાર હતી. અનેક યુઝર્સે શાંતનુને તેની આ ઉપલબ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એક યુઝરે શાંતનુની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી સફર. ટાટા મોટર્સમાં આ નવી જવાબદારી નિભાવવા માટે તને ખૂબ ખૂબ શુભેચ્છા. ટાટા મોટર્સના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરતાં એક અન્ય યુઝરે લખ્યું હતું કે ખૂબ ખૂબ શુભેચ્છા અને સારું પગલું નાયડુ. આશા રાખીએ કે આ પગલું ટાટા દ્વારા 1962માં ઉઠાવવામાં આવેલા પગલાંની જેમ જ સફળ રહેશે.
આ પણ વાંચો: શ્રી રતન ટાટાની ગેરહાજરી દેશમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં અનુભવાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે કે રતન ટાટાના સૌથી નજીકના મિત્રોમાંથી એક હતો શાંતનુ નાયડુ. શાંતનુ છેલ્લી ઘડી સુધી તેમની સાથે રહ્યો હતો. 9મી ઓક્ટબર, 2024માં રતન ટાટાના નિધન બાદ નાયડુએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે આ ફ્રેન્ડશિપે મારી અંદર જે ખાલિપો સર્જ્યો છે એને ભરવાનો પ્રયાસ આખી જિંદગી મારે કરવો પડશે. પ્રેમ માટે દુઃખની કિંમત ચૂકવવી પડે છે. અલવિદા, મારા વ્હાલા લાઈટહાઉસ…