નેશનલ

‘આંબેડકર નિષ્ફળ ગયા…’ શંકરાચાર્યેએ અનામત અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જાણો શું કહ્યું

વારાણસી: સંસદમાં કેદ્ન્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર આપેલા નિવેદન બાબતે દેશભરના રાજકરણમાં હોબાળો મચી (Controversial statement about Ambedkar) ગયો છે. સોશિયલ મીડિયાથી માંડીને રસ્તાઓ પર પ્રદર્શનો થઇ રહ્યા છે. કોંગ્રેસ બાદ બસપા સુપ્રીમો માયાવતીના આહ્વાન પર દેશવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

આંબેડકર નિષ્ફળ ગયા!
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે અનામત પ્રથા માત્ર 10 વર્ષ માટે જ બનાવવામાં આવી હતી. બાબા સાહેબ ક્યારેય ઇચ્છતા ન હતા કે લોકો આજીવન અનામતનો સહારો લેતા રહે. 78 વર્ષ પછી પણ જે વર્ગ માટે તે અનામત અમલમાં મુકવામાં આવી હતી, તે વર્ગ મુખ્ય પ્રવાહમાં જોડાઈ શક્યો નથી. આનો અર્થ એ થયો કે કાં તો આંબેડકર નિષ્ફળ ગયા છે અથવા આંબેડકરવાદીઓ નિષ્ફળ ગયા છે. તેમણે કહ્યું કે લોકોએ આમાં ન પડવું જોઈએ, પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી બાબતોને લગતી તેમની સમસ્યાઓ ઉઠાવવી જોઈએ.

અનામત સામે સવાલ:
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કાશી પહોંચ્યા હતા મીડિયા સાથે વાત કરતા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, ’78 વર્ષ થઈ ગયા. બાબા સાહેબ આંબેડકરના બંધારણની વાત કરવામાં આવે છે. 78 વર્ષમાં આંબેડકરની પાછળ રહેલા લોકોએ કેટલી પ્રગતિ કરી છે તે જણાવો. 10 વર્ષથી અનામત આપવામાં આવી હતી, 78 વર્ષ થઈ ગયા કે અનામત ચાલુ છે અને તે નાબૂદ ન થાય તે માટે તેમના લોકો લડી રહ્યા છે. અનામત એટલા માટે આપવામાં આવી હતી કે તમે જીવનભર લકવાગ્રસ્ત રહો?’

તેમણે કહ્યું કે, ‘અમે આંબેડકરનું નામ લેનારાઓને પૂછવા માંગીએ છીએ કે તેમને આંબેડકરની ભાવનાની કેટલી કાળજી છે. આંબેડકર ઇચ્છતા ન હતા કે આ લોકો જીવનભર, આગામી બસો વર્ષ, હજાર વર્ષ સુધી અનામતનો લાભ લેતા રહે. 78 વર્ષમાં લોકો મુખ્ય પ્રવાહમાં જોડાઈ શક્યા નથી. આનો અર્થ એ થયો કે કાં તો આંબેડકર નિષ્ફળ ગયા છે અથવા આંબેડકરવાદીઓ નિષ્ફળ ગયા છે.’

Also Read – Ahmedabad માં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, ધરપકડની માંગ

તમારા મુદ્દા ઉઠાવો:
શંકરાચાર્યએ કહ્યું, ‘અમારે કહેવું છે કે આમાં ન પડો. તમને શિક્ષણ મળતું નથી, તમે શિક્ષણની માંગ કરો, તમને સ્વાસ્થ્ય સેવા નથી મળતી, તો તેની માંગ કરો, તમને મુખ્ય પ્રવાહમાં લાવવામાં નથી આવી રહ્યા, ક્યાંક તમારું અપમાન કરવામાં આવી રહ્યું છે, તે મુદ્દા ઉઠાવો. જ્યારે સમાજ એક છે તો કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. પરંતુ કેટલાક આંબેડકરને માન આપે છે અને કેટલાકે તેમનું અપમાન કર્યું છે. હવે તમે આના પર ચર્ચા કરતા રહો, રાજકારણીઓએ જે કરવું હોય તે કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button