Shanidevનો પોતાની રાશિમાં અસ્ત આ ત્રણ રાશિઓ માટે નોતરશે આફત, ચેતીને રહજો

શનિદેવ આવતીકાલે એટલે કે 11મી ફેબ્રુઆરીએ સ્વરાશિ કુંભમાં અસ્ત થવાના છે. તેઓ પાક્કા એક મહિના માટે કુંભ રાશિમાં અસ્ત થશે એટલે કે 12મી માર્ચે તેનો ફરી ઉદય થશે ત્યારે તેમના આ ભ્રમણને લીધે ત્રણ રાશિઓના જાતકોએ ચેતીને રહેવાની જરૂર છે, કારણ કે આ ત્રણ રાશિ પર તેની અસર થવાની છે, તેમની મુશ્કેલીઓ વધી શકે છે. અસ્ત શનિ ત્રણ રાશિ પર ભારી પડી શકે તેમ છે, આથી તેમને આર્થિક રીતે કે પછી સ્વાસ્થ્ય અથવા કરિયરને દૃષ્ટિએ સમસ્યાઓનો સામનો કરવો પડે તેવા યોગ નિર્માણ પામ્યા હોવાનું જ્યોતિષીઓ કહે છે.

વૃષભ. આ રાશિના જાતકોના જીવનમાં એક મહિનામાં ઉથલપાથળ થાય તેવી સંભાવના છે. ખાસ કરીને નોકરી-ધંધામાં સમસ્યા સતાવી શકે છે. આવતીકાલે વૃષભ રાશિના દસમા ભાવમાં શનિ અસ્ત થશે. આ સ્થિતિ કપરા સંજોગોનો સંકેત આપે છે. વ્યાપાર જીવન સાથે દાંપત્ય જીવનમાં પણ સંતુલન રાખવું જરૂરી છે.

કન્યા. આ રાશિએ નોકરીમાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે તેમ છે. નવી નોકરી શોધવાનો વારો આવે અથવા પ્રમોશન અટકી પડે તેવી સંભાવના છે. વેપારધંધો પડી ભાંગે તેમ બને. મન વ્યાકુળ રહે અને ધીરજ ખોઈ બેસો તેવી સ્થિતિ આવે, પરંતુ સંયમથી કામ લેજો.

કુંભ. શનિ દેવ આ રાશિમાં જ અસ્ત થવાના છે. આથી ખર્ચ વધશે અને બીમારીનો શિકાર બનશો. આરોગ્યને લગતી ઉપાધી આવે તેવી પૂરી સંભાવના છે. આ સાથે સંબંધોમાં પણ સમસ્યા આવે અને મન સંતાપ અનુભવે તેવું લાગે. આથી ઉધારી કે ખોટી લેણદેણમાં પડશો નહીં. કોઈ નિર્ણય લેતા પહેલા બે વાર વિચારજો.