આ શરમજનક વાત છે… જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અંગે આ શું બોલી ગયા ઓમર અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ હાલમાં કહ્યું છે કે તે “ખૂબ શરમજનક બાબત” છે કે ભારતના ચૂંટણી પંચને બદલે સર્વોચ્ચ અદાલતે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓ અંગે નિર્દેશ જારી કરવો પડ્યો.
નોંધનીય છે કે વર્ષ 2019માં મોદી સરકારે કલમ 370 હટાવી હતી. આ પછી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું. અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ત્યાં કોઈ વિધાનસભા ચૂંટણી થઈ નથી. વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર ચૂંટણી કરાવવા માટે દબાણ કર્યું છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ વર્તમાન સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે.
નેશનલ કોન્ફરન્સના નેતાએ એમ પણ કહ્યું હતું કે કલમ 370 જમ્મુ અને કાશ્મીરની તમામ સમસ્યાઓનું મૂળ છે તે વિચાર યોગ્ય નથી, અને હવે જમ્મુ, રાજૌરી હિલ્સ અને પૂંચ જેવા વિસ્તારોમાં આતંકવાદી હુમલા થઈ રહ્યા છે જે પહેલા આતંકવાદથી મુક્ત હતા. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે આ બધા પછી પણ અલગતાવાદીઓને સમર્થન ચાલુ છે અને ભાગ્યે જ એક કે બે અઠવાડિયા કોઈ આતંકવાદી હુમલા વિના પસાર થાય છે. તેમણે દાવો કર્યો હતો કે અગાઉની સરકારોની સરખામણીમાં કેન્દ્ર સરકાર હેઠળ વધુ કાશ્મીરી પંડિતો લક્ષિત હુમલાઓમાં માર્યા ગયા છે.
તેમણે દાવો કર્યો હતો કે અગાઉની સરકારોની સરખામણીમાં વર્તમાન (કેન્દ્ર) સરકાર હેઠળ વધુ કાશ્મીરી પંડિતો લક્ષિત હુમલાઓમાં માર્યા ગયા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે કાશ્મીરી પંડિતો, જેમને તેમની સરકાર દ્વારા ખીણમાં સરકારી નોકરીઓ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા, તેઓ હવે વિનંતી કરી રહ્યા છે કે તેમને જમ્મુ પાછા ફરવાની મંજૂરી આપવામાં આવે. આ સરકારે કાશ્મીરી પંડિતોને તેમની સુરક્ષાની ભાવના પાછી આપી નથી.
ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો, ત્યારબાદ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે અને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે.