‘રોહિત શર્મા જાડિયો ખેલાડી છે…’ કોંગ્રેસ નેતાની ટિપ્પણી બાદ હોબાળો, પોસ્ટ ડિલીટ કરવી પડી…

નવી દિલ્હી: ક્રિકેટ જગતમાં ભારતીય ટીમને અનેક ઝળહળતી સફળતા અપાવનાર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) વિષે કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે (Shama Mohamed) વાંધાજનક નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. શમા મોહમ્મદે રોહિત શર્માની ફિટનેસ અંગે સવાલ ઉઠાવતા X પોસ્ટમાં તેને ‘જાડિયો ખેલાડી’ કહ્યો. બોડી શેમીંગ કરવા બદલ સોશિયલ મીડિયા પર શમા મોહમ્મદની ટીકા કરવામાં આવતા, શમાએ પોસ્ટ ડિલીટ કરી દીધી. જોકે તેમને માફી માંગી નથી.
Also read : વિરાટના અણનમ 100 રન વખતે અનુષ્કા દુબઈમાં નહોતી, હવે 300મી મૅચનો ફ્લૉપ-શો જોવો પડ્યો!

ગઈકાલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મેચ દરમિયાન X પર કરેલી એક પોસ્ટમાં, શમા મોહમ્મદે લખ્યું કે,‘રોહિત શર્મા એક જાડિયો ખેલાડી છે. તેને વજન ઘટાડવાની જરૂર છે. તે ભારતનો અત્યાર સુધીનો સૌથી અનઇમ્પ્રેસિવ કેપ્ટન છે.”
રોહિત શર્માની ગણના દેશના સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ ખેલાડી ખેલાડીઓમાં થાય છે. રોહિત શર્માના ચાહકોએ શમા સામે રોહિતના નેતૃત્વ હેઠળ ટીમના પ્રદર્શનના આંકડા રજુ કર્યા. ક્રિકેટ ચાહકોએ આ પોસ્ટ સામે સખત વાંધો ઉઠાવ્યો.
આજે સવારે શમાએ પોસ્ટ ડિલીટ કરી દીધી પણ માફી ન માંગી. શમાએ સ્પષ્ટતા કરતા તેની ટિપ્પણીને ‘સામાન્ય પ્રકૃતિ’ની ગણાવી અને તેમણે કહ્યું કે લોકશાહીમાં આપણને બોલવાનો અધિકાર છે.
ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા:
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, “કૉંગ્રેસને શરમ આવવી જોઈએ! હવે તેઓ ભારતીય ક્રિકેટ કેપ્ટનની પાછળ પડી ગયા છે! શું તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે ભારતીય રાજકારણમાં નિષ્ફળ ગયા પછી રાહુલ ગાંધી હવે ક્રિકેટ રમશે? કોંગ્રેસ નેતાની ટિપ્પણીઓ તેમના પક્ષની ઈમરજન્સીની માનસિકતાને દર્શાવે કરે છે અને આ દરેક દેશભક્તનું અપમાન છે.”
કોંગ્રેસ હાઇ-કમાન્ડે સ્પષ્ટતા કરી:
કોંગ્રેસ પાર્ટી હાઇ-કમાન્ડે પરિસ્થિતિને કાબુમાં લેવા શમાને પોસ્ટ ડિલીટ કરવા કહ્યું. ટીકા બાદ કોંગ્રેસ મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ જણાવ્યું કે શમા મોહમ્મદની ટીપ્પણીઓ પાર્ટીનો અભિપ્રાય નથી.
Also read : સેમિ ફાઇનલની ચારેય ટીમ દુબઈમાં! બે ટીમ લાહોર જવા રવાના થશે…
ખેડાએ X પરની પોસ્ટમાં તેમણે લખ્યું, ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદ દ્વારા ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડી પર ટિપ્પણીઓ પાર્ટીનો અભિપ્રાય નથી. તેમને સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને ભવિષ્યમાં વધુ સાવધ રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રમતગમતના દિગ્ગજોના યોગદાનને સર્વોચ્ચ સન્માન આપે છે અને તેમની પ્રતિષ્ઠાને નુકશાન કરતા કોઈપણ નિવેદનને સમર્થન આપતું નથી.’