ભારતે ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના ખોલ્યા દરવાજા, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારતી ચિનાબ નદીમાંથી પાણી છોડ્યું હતું. ભારતે જમ્મુ કાશ્મીરના રામબનમાં ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના કેટલાક દરવાજા ખોલ્યા હતા. બે દિવસ પહેલા ભારતે બગલિહાર ડેમના બે અને સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલ્યા હતા.
ભારતના આ પગલાંથી પાકિસ્તાનના નીચાણવાળા વિસ્તારો તલવાડા, કાંસીપટ્ટા, જેડી, ડેરા બાબા અને અખનૂરના ગ્રામીણ વિસ્તાોરમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. આ વિસ્તારોમાં ગમે ત્યારે પૂરના પાણી ફરી વળશે. સ્થાનિકોને ભારે નુકસાન થઈ શકે છે.
ચિનાબ નદી ઉત્તર ભારતમાં આવેલી એક મોટી નદી છે. તે હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં ટાંડી નજીક બે નદીઓ, ચંદ્ર અને ભાગાના સંગમથી બને છે. આ સંગમથી તે ચિનાબના નામે ઓળખાય છે અને જમ્મુ અને કાશ્મીરના જમ્મુ પ્રદેશમાં વહે છે. ત્યારબાદ તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પ્રવેશે છે અને ત્યાં સિંધુ નદીમાં ભળી જાય છે. ચિનાબ નદીની લંબાઈ આશરે 960 કિમી છે. આ નદીનો ઉપયોગ સિંચાઈ અન જળવિદ્યુત ઉત્પાદન માટે થાય છે. તેના પર ઘણા મહત્ત્વપૂર્ણ બંધ અને જળવિદ્યુત યોજનાઓ આવેલી છે. તેમજ આ નદીનો ઉલ્લેખ પ્રાચીન ભારતીય ગ્રંથોમાં પણ છે.
આ પણ વાંચો….સરહદ પર તણાવ વચ્ચે ભારતે બગલીહાર અને સલાલ ડેમનાં દરવાજા ખોલ્યા; જુઓ VIDEO