નેશનલ

Weather : દેશના ત્રણ રાજ્યોમાં ગરમીથી 11ના મોત, કેરલમાં વરસાદના પગલે સાતના મોત, વીજળીની માંગમાં વિક્રમી વધારો

નવી દિલ્હી : દેશમાં હવામાન (Weather)સંબધી ઘટનાઓના લઇને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સતત વધી રહેલી ગરમી હવે પ્રાણઘાતક બની રહી છે. જેમાં રાજસ્થાનમાં ભારે ગરમીના કારણે પાંચ હરિયાણામાં બે અને મધ્ય પ્રદેશમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે બીજી તરફ કેરળમાં જ્યાં ચોમાસા પૂર્વેના વરસાદને કારણે અચાનક પૂર અને વીજળી પડવાને કારણે સાત લોકોના મોત થયા હતા.

બાડમેરમાં તાપમાનનો પારો 48.8 ડિગ્રી નોંધાયો

જેમાં દેશના 10 સૌથી ગરમ શહેરોમાં રાજસ્થાનના છ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાડમેરમાં તાપમાનનો પારો 48.8 ડિગ્રી નોંધાયો હતો. અન્ય શહેરોમાં પણ તાપમાન 47 ડિગ્રીથી ઉપર છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં ઘણી જગ્યાએ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. શુક્રવારે હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં હીટ વેવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે.

જ્યારે તમિલનાડુમાં વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સિક્કિમ અને અરુણાચલ દેશના એકમાત્ર એવા રાજ્યો છે કે જેના માટે હવામાન વિભાગે ભારે કોઈ ચેતવણી જારી કરી નથી.

વીજળીની માંગ 2,35,000 મેગાવોટ પર પહોંચી

ગરમીના કારણે બુધવારે સમગ્ર દેશમાં વીજળીની માંગ 235 GW એટલે કે 2 લાખ 35 હજાર મેગાવોટ પર પહોંચી ગઈ છે. આ સિઝનની મહત્તમ માંગ છે. ઉર્જા મંત્રાલયનો અંદાજ છે કે દેશમાં વીજળીના વપરાશનો સર્વકાલીન રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી શકે છે, જે સપ્ટેમ્બર 2023માં 243.27 GW હતો.

દિલ્હીમાં મામૂલી રાહત, આજથી ફરી તાપમાન વધશે

ગુરુવારે દિલ્હીમાં તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી હતી. અહીં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે બુધવારે તે 43.4 ડિગ્રી નોંધાયું હતું.રાજધાનીમાં પવનની ઝડપ વધવાને કારણે ગુરુવારે AQI 156 નોંધાયો હતો. બુધવારે AQI 191 નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પવન નબળી શ્રેણી સુધી પહોંચી શકે છે. ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા (IITM) અનુસાર, ગુરુવારે પવન સરેરાશ 18 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્વથી દક્ષિણ-પૂર્વથી પૂર્વ તરફ ફૂંકાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો