નેશનલ

બિહારમાં સાત બાળકો તણાઈ ગયા, પાંચના મૃતદેહ મળ્યા

પટનાઃ બિહારમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં નદીમાં નહાવા ગયેલા સાત બાળક એક સાથે ડૂબી ગયા હોવાની ઘટનાથી હાહાકાર સર્જાયો છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર અહીંના રોહતાસમાં આવેલી સોનનદીમાં રવિવારની રજાના દિવસે સાત બાળક ન્હાવા પડ્યા હતા. બાળકોને નદીંની ઊંડાઈનો અંદાજ ન હતો અને તેઓ થોડે આગળ ગયા અને એક પછી એક ડૂબવા લાગ્યા. ત્યાં હાજર અન્ય લોકોને આ ઘટના ધ્યાનમાં આવતા તેમણે ચીસાચીસ કરી હતી, પરંતુ બાળકોને બચાવી શકાયા ન હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ આવી હતી અને તરવૈયાની મદદ લેવાઈ હતી. મળતી માહિતી સુધી પાંચ મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ પરિવારોને થતાં ખૂબ જ કરૂણામય દૃશ્યો સર્જાયા હતા.
આથી તરતા આવડતું હોય તો પણ અજાણી જગ્યાએ નદીનાળામાં ન કૂદવાની સલાહ આપવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button