iPhones સહીત Apple ના ડિવાઈસીસમાં સિક્યોરીટીની ગંભીર ખામીઓ! કેન્દ્ર સરકારની ચેતવણી

નવી દિલ્હી: તાજેતરમાં જ લોન્ચ થયેલા Apple ના iPhone 16 માટે ભારતમાં લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, વેચાણ શરુ થવાના દિવસે મુંબઈ અને દિલ્હીના એપલ સ્ટોર્સની બહાર લાંબી લાઈન જોવા મળી હતી. એવામાં કેન્દ્ર સરકારે ફરી એક વાર Appleના iPhone સહીતના કેટલાક ડિવાઈસમાં સિક્યોરીટી અંગે ચેતવણી જાહેર કરી છે. કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ 19 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલી એડવાઈઝરી મુજબ iOS, iPadOS, macOS, watchOS અને visionOS માં ખામીઓને હાઈલાઈટ કરવામાં આવી હતી.
CERT-In ની એડવાઇઝરી મુજબ Appleના iOS: 18 અને 17.7 પહેલાના વર્ઝન્સ, iPadOS: 18 અને 17.7 પહેલાના વર્ઝન્સ, macOS સોનોમા: 14.7 થી પહેલાના વર્ઝન્સ, macOS વેન્ચુરા: 13.7 પહેલાના વર્ઝન્સ, macOS Sequoia: 15 થી પહેલાના વર્ઝન્સ, tvOS: 18 થી પહેલાના વર્ઝન્સ, watchOS: 11 થી પહેલાના વર્ઝન્સ, સફારી: 18 થી પહેલાના વર્ઝન્સ, Xcode: 16 થી પહેલાના વર્ઝન્સ visionOS: 2 પહેલાના વર્ઝન્સમાં સિક્યોરીટીની ગંભીર ખામીઓ જોવા મળી હતી.
આ ખામીઓને CERT-Inએ ‘હાઈ રિસ્ક’ જાહેર કરી છે, આ સોફ્ટવેર પર ચાલતા ડિવાઈસ સાથે સાઈબર અટેકર્સ ગંભીર ચેડા કરી શકે છે. આ ખામીઓને કારણે અટેકર્સ સંવેદનશીલ માહિતીનો ઍક્સેસ મેળવી શકે છે, આર્બીટરી કોડ રન કરી શકે છે, સિક્યોરીટી બાયપાસ કરી શકે છે, ડિનાયલ-ઓફ-સર્વિસ (DoS),સ્પુફિંગ આટેક, ક્રોસ-સાઇટ સ્ક્રિપ્ટીંગ (XSS) અટેક કરી શકે છે.
એડવાઈઝરીમાં યુઝર્સને જોખમ ઘટાડવા માટે તેમના Apple ડિવાઈસને સોફ્ટવેરના લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવા સલાહ આપવામાં આવી છે.
Also Read –