નેશનલ

Viral Video: બરસોં કે બિછડે હમ…: સંસદમાં પરિસરમાં Jaya Bachchan-Sonia Gandhi સાથે જોવા મળ્યા અને…

નવી દિલ્હીઃ સંસદ પરિસરમાં વિપક્ષી નેતાઓએ મળીને મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી નેતાઓનું કહેવું છે કે આ વખતના કેન્દ્રિય બજેટમાં માત્ર બિહાર અને આંધ્ર પ્રદેશ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને વિપક્ષની સરકાર છે તે તે રાજ્યોને કંઈ મળ્યું જ નથી. ખેર, આ પ્રદર્શનમાં કંઈક એવું જોવા મળ્યું હતું જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે, એટલું જ નહીં પણ આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં અનેક કોંગ્રેસી મોટા મથાઓ સહિત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને બોલીવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જયા બચ્ચન અને સોનિયા ગાંધી એકદમ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. બંને જણ કંઈક વાત કરીને હસતાં પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય આરાધ્યાની માતા નથી, આ શું બોલી ગયા જયા બચ્ચન?

વર્ષો બાદ અચાનક જ આ રીતે સંસદ પરિસરમાં જયા બચ્ચન અને સોનિયા ગાંધીને આ રીતે હળવાશની પળોમાં જોઈને રાજકારણના જાણકારો અને શોખિનોને ભૂતકાળના દિવસો યાદ આવી ગયા હતા.

વાત જાણે એમ છે કે સોનિયા ગાંધી જેવા પરિસરમાં પહોંચ્યા કે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ એમનું અભિવાદન કર્યું હતું. સોનિયા ગાંધીની સામે જ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન ઊભા હતા. જ્યારે ડેરે ઓ બ્રાયનની બાજુમાં જ જયા બચ્ચન ઊભા હતા. જય બચ્ચનને જોઈને જ સોનિયા ગાંધીએ સ્માઈલ કર્યું હતું અને ડેરેક ઓ બ્રાયને કંઈક કહ્યું અને જયા બચ્ચન અને સોનિયા ગાંધી હસી પડ્યા હતા. ત્યાર બાદ જયા બચ્ચને સોનિયા ગાંધીને કંઈક કહ્યું હતું અને પાછા બંને જણ હસી પડ્યા હતા. બંનેની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Smriti Iraniને હરાવનારા કે. એલ શર્માને દિલ્હી ખાતે સોનિયા ગાંધીએ શું કહ્યું…

અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ સોનિયા ગાંધી અને જયા બચ્ચન આ રીતે સાથે જોવા મળ્યા હતા. એક સમય હતો કે સોનિયા ગાંધીના પતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચન વચ્ચે ગાઢ મિત્રતા હતી અને તેમની દોસ્તીની મિસાલ આપવામાં આવતી હતી. ધીરે ધીરે આ સંબંધ નબળો પડી ગયો અને બંને વચ્ચેની વાતચીત બંધ થઈ ગઈ. પરંતુ આટલા વર્ષો બાદ આજે સંસદમાં મૌસમ એકદમ બદલાયેલો જોવા મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button