રામલલ્લાને જોઈને બિહારના આ સંત રડવા લાગ્યા, 24 વર્ષ બાદ તોડશે પોતાનું વ્રત….

મધેપુરા: કહેવાય છે કે રામના નામે તો પથ્થર પણ તરી જાય અને જો કોઈ વ્યક્તિ રામમય બની જાય તો તેનો ભવ સુધરી જાય. બિહારના કિશનગંજ જિલ્લાના ખગડાના રહેવાસી દેબુ દાએ 24 વર્ષ પહેલા પ્રભુ રામ માટે કંઈ એવું કરવાનું નક્કી કર્યું કે જે જોઈને આપણને થાય કે રામભક્તિ આને જ કહેવાય. આમ જોઈએ તો દેબુ દા રાષ્ટ્રવાદી રામ ભક્ત છે. 24 વર્ષ પહેલા તેઓ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે રામલલ્લાને ટેન્ટમાં બેઠેલા જોયા. આ જોઈને તેમને ઘણું દુ:ખ થયું અને તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી રામલલ્લા તેમના મંદિરમાં પરત નહી પધારે ત્યાં સુધી તેઓ ક્યારેય ચપ્પલ નહીં પહેરે. આજે જ્યારે અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ છે.
દેબુ દા છેલ્લા 24 વર્ષથી ચપ્પલ વિના ફરે છે. તેઓને ઉઘાડાપગે ફરવામાં ઘણી તકલીફો પણ પડી પરંતુ તેમણે ક્યારેય એવું ના વિચાર્યું કે હું ચપ્પલ પહેરી લઉં. ટાઢ, તાપ કો પઢી વરસાદ કંઈ પણ હોય પરંતુ તેમણે ક્યારેય એવું ના વિચાર્યું કે તેઓ એકવાર ચપ્પલ પહેરી લે, અને તેમ છતાં તેઓ એકદમ સ્વસ્થ રહે છે. તેમને જણાવ્યું હતું કે તેમને હજુ સુધી અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું નથી. પરંતુ મારા માટે તો મોટી વાત એ છે કે પ્રભુ રામ ફરી તેમના મંદિરમાં બિરાજશે. જો મને આમંત્રણ મળ્યું તો જઈ પરંતુ જો આમંત્રણ ના મળ્યું તો હું થોડા સમય બાદ ભગવાન રામના દર્શને જઈશ અને ત્યારપછી ચપ્પલ પહેરવાનું શરૂ કરીશ.
સીમાંચલમાં તો દેબુ દા કલિયુગી હનુમાન તરીકે પણ પ્રખ્યાત છે. અત્યાર સુધીમાં તેમણે 2000થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કર્યા છે. આ ઉપરાંત તેમણે 4000 રોપાઓ વાવ્યા છે અને 40 વખત રક્તદાન પણ કર્યું છે. દેબુ દાએ જણાવ્યું હતું કે તે 24 વર્ષ પહેલા અયોધ્યા ગયો હતો. રામલલાને તંબુમાં જોઈને હું રડવા લાગ્યો હતો. અને તે વખતે મને મારા મિત્રોએ સમજાવ્યો અને પછી મે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી રામ લલ્લા તેમના મંદિરમાં નહી બિરાજે ત્યાં સુધી તે પગમાં ચપ્પલ નહીં પહેરે. આ સંકલ્પ હવે 22મી જાન્યુઆરીએ પૂરો થવા જઈ રહ્યો છે.
જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામનો અભિષેક થશે, ત્યારબાદ દેબુ દા પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે.