રાહુલ ગાંધીની યાત્રામાં સુરક્ષામાં થઈ મોટી ચૂક, વાયરલ વીડિયોમાં યુવકે શું કર્યું?

બિહારમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હોવાની ઘટના સામે આવી છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જેમાં એક વ્યક્તિ સુરક્ષા ઘેરો તોડીને રાહુલ ગાંધીને ચુંબન કરતો જોવા મળે છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે, અને નેટીઝન્સે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.
During the Yatra a boy kissed Rahul Gandhi
— Mr. Democratic (@MrDemocratic_) August 24, 2025
Popularity at its Peak
pic.twitter.com/cwz5D8zlnb
બિહારના પૂર્ણિયા જિલ્લાના અરરિયા વિસ્તારમાં રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન મોટરસાઈકલ પર સવારી કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ સુરક્ષા ઘેરો તોડીને રાહુલ ગાંધી પાસે પહોંચી અને તેમના ખભે ચુંબન કર્યું.
સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને આ વ્યક્તિને દૂર કરી, તેને થપ્પડ મારી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
‘વોટર અધિકાર યાત્રા’ની શરૂઆત 17 ઓગસ્ટે સાસારામથી થઈ હતી, જે 1300 કિલોમીટરનું અંતર કાપીને 20થી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે. આ યાત્રા 1 સપ્ટેમ્બરે પટનામાં એક મહારેલી સાથે સમાપ્ત થશે.
રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ આ યાત્રા દ્વારા ચૂંટણીમાં થતી અનિયમિતતાઓ અને મતદારોના અધિકારોની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છે. યાત્રા દરમિયાન લોકો રાહુલ ગાંધીને નજીકથી મળવા, આલિંગન આપવા કે હાથ ખેંચવા જેવી હરકતો કરતા જોવા મળ્યા, જે સુરક્ષા ચિંતાનો વિષય બન્યો.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલ ગાંધીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું, “રાહુલની વધતી લોકપ્રિયતાને જોતા રાજ્ય સરકારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ.” અન્ય એક યુઝરે ચેતવણી આપતા કહ્યું, “આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.
ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાની ઘટનાઓને ભૂલવી ન જોઈએ.” આ ઘટનાએ રાજકીય નેતાઓની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ચર્ચા શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો…નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી, ઇન્સ્ટાગ્રામ પર કોના છે સૌથી વધારે ફોલોઅર્સ?