Jammu Kashmir માં સુરક્ષા દળોનું મોટુંઓપરેશન, બે આંતકીને ઘેર્યા

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir)સુરક્ષા દળો દ્વારા આતંકવાદી પ્રવુતિઓને ડામવા સુરક્ષા દળો સતત સક્રિય છે. જેમાં દરરોજ સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ રહી છે. જેમાં બારામુલા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષા દળો અને પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
જાનહાનિના કોઇ સમાચાર નથી
સોપોરના ગુર્જરપેટી જલુરામાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે આતંકવાદીને ઘેરી લેવામાં આવ્યા હતા. જેની બાદ સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે સામસામે ગોળીબાર શરૂ થયો હતો. જોકે, હજુ પણ ઓપરેશન ચાલુ છે જ જ્યારે જાનહાનિના કોઇ સમાચાર નથી.
ગ્રેનેડ હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓ ધરપકડ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન સતત ચાલુ છે. જેમાં 7 જાન્યુઆરીએ 163 ટેરિટોરિયલ આર્મી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓની 12 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી એક હેન્ડ ગ્રેનેડ, એક AK શ્રેણીની રાઇફલ, એક પિસ્તોલ, 250 જીવંત કારતુસ જપ્ત કર્યા હોવાના અહેવાલ છે.
સોપોરમાંથી પણ આતંકવાદીની ધરપકડ
આ પહેલા, 21 ડિસેમ્બરની સાંજે, સોપોરના ડાંગીવાચા વિસ્તારમાં આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. સોપોરના રફિયાબાદ વિસ્તારના યારબુઘથી તેની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ ત્યારે જણાવ્યું હતું કે તેમની પાસેથી એક પિસ્તોલ, બે ગ્રેનેડ અને 10,600 રૂપિયા રોકડા મળી આવ્યા હતા.