છત્તીસગઢના બીજાપુરમાંથી ૪૫ કિલોનું આઇઇડી જપ્ત…

બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલું એક શક્તિશાળી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ(આઇઇડી) જપ્ત કર્યું હતું. બાદમાં તેને નિષ્ક્રિય કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ૪૫ કિલો વજનનું આ વિસ્ફોટક ઉપકરણ એક મીની ટ્રકના ફુરચા ઉડાવી શકે અને ૧૫ ફૂટ ઊંડો ખાડો ખોદી શકે એટલું શક્તિશાળી હતું.
એક અધિકારીએ જણાવ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)ની ૨૨૨મી બટાલિયનની એક ટીમે સવારે ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન ઓપરેશન બાદ પરત ફરતી વખતે ચેરપાલ-પાલનાર રોડ નીચે લગાવવામાં આવેલું આ આઇઇડી શોધી કાઢ્યું હતું.
આ પણ વાંચો :મુંબઈ જતા ડરી રહ્યો છે કામરા, આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં…
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આઇઇડીમાં કમાન્ડ સ્વિચ મિકેનિઝમ હતું. જે નક્સલવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી એક સામાન્ય તક્નીક છે. જેને વિસ્તારમાં સુરક્ષા દળોના વાહનોને નિશાન બનાવવા માટે લગાવવામાં આવ્યું હતું. આ વિસ્ફોટકની જપ્તી સાથે એક મોટી દુર્ઘટના ટળી ગઇ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.