Jammu Kashmir માં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં(Jammu Kashmir)સતત થઈ રહેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળો સતર્ક બન્યા છે. તેમજ આતંકીઓને શોધવા માટે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હતી. જેની બાદ સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી હતી.
ડ્રોન દ્વારા આ વિસ્તારમાં આતંકીનો મૃતદેહ જોવા મળ્યો
આ એન્કાઉન્ટર રવિવારે મોડી રાત્રે બાંદીપોરાના અરગામ વિસ્તારમાં શરૂ થયું હતું. સુરક્ષા દળોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ડ્રોન દ્વારા આ વિસ્તારમાં આતંકીનો મૃતદેહ જોવા મળ્યો હતો. આતંકીના હાથમાં M4 રાઈફલ પણ જોવા મળી હતી.
જમ્મુમાં એક પછી એક આતંકવાદની ચાર ઘટનાઓ બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આજે જમ્મુમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. તે નગરોટામાં વ્હાઇટ નાઈટ કોર્પ્સ સાથે મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરી શકે છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિયાસી બસ પર થયેલા આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપી દીધી છે, NIAએ આ મામલામાં UAPA હેઠળ FIR નોંધી છે.
9 જૂને રિયાસીમાં હુમલો
સૌથી પહેલા 9 જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલો 9 જૂને સાંજે 6.15 વાગ્યાની આસપાસ થયો હતો. આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું. જેની બાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયા હતા.
નૌશેરામાં શંકાસ્પદ આતંકવાદીઓ જોવા મળ્યા
આ આતંકવાદી હુમલાઓ વચ્ચે બુધવારે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં બે આતંકવાદીઓ જોવા મળ્યા હતા, ત્યારબાદ સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઉપરાંત વધારાના સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
Also Read –