નકસલવાદ સામે મોટી સફળતા; છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 નક્સલવાદીઓને ઠાર કર્યા

રાયપુર: છત્તીસગઢમાં સુરક્ષા દળોને નકસલવાદ સામે મોટી સફળતા મળી છે. ગારિયાબંધ વિસ્તારમાં સુરક્ષા દળોએ 24 કલાકમાં 14 થી વધુ નક્સલવાદીઓને ઠાર માર્યા (Chhattisgarh encounter) છે. મહત્વની વાત એ છે કે આ એન્કાઉન્ટરમાં એક નક્સલવાદી આગેવાનને પણ ઠાર કરવામાં આવ્યો છે, જેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. હજુ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, મૃયુંઆંક હજુ વધી શકે છે. આ ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.ગારિયાબંધ વિસ્તારમાં એન્કાઉન્ટર રવિવારથી ચાલી રહ્યું છે. ગત રાત્રે કુલ્હાડીઘાટના ભાલુદીઘી પહાડીઓ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર શરુ થયો હતો.
ઓટોમેટિક હથિયારો મળ્યા:
ગઈકાલે એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન, બે નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક મહિલાનો સમાવેશ થાય છે. આજે સવારે, સૈનિકોને 12 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતાં. ઘટનાસ્થળેથી ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે.
Also read: નકસલવાદનો ખાતમો વિકાસથી જ શક્ય છે
નક્સલવાદી આગેવાન ઠાર:
સુત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલવાદીઓમાં ઓડિશા રાજ્ય નક્સલવવાદીનો વડો જયરામ ઉર્ફે ચલપતિનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ એન્કાઉન્ટરમાં સીસીએમ મનોજ અને ગુડ્ડુ માર્યા ગયા છે.
બીજાપુરમાં આગેવાન:
થોડા દિવસો પહેલા છત્તીસગઢના બીજાપુરમાં પણ એક એન્કાઉન્ટર થયું હતું, જેમાં 18 નક્સલીઓ માર્યા ગયા હતા. પોલીસ દ્વારા નક્સલવાદીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજાપુરમાં નક્સલવાદીઓ મોટો IED બ્લાસ્ટ કર્યો હતો. નક્સલવાદીઓએ સુરક્ષા દળોના વાહનને નિશાન બનાવ્યું હતું, IED બ્લાસ્ટમાં 8 સૈનિકો શહીદ થયા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે માર્ચ 2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે. પરંતુ સતત થઈ રહેલા હુમલાઓને કારણે મુશ્કેલીઓ વધ્યો છે અને સરકારના દાવાઓ પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.