ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓનું ઠેકાણું મળ્યું, આઈઇડી અને વાયરલેસ સેટ મળ્યાં…

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળો જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમજ આતંકવાદીઓના અનેક સ્થળો અને ઘરને તોડી પાડયા છે. આ દરમિયાન પૂંછ જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદી ઠેકાણાને શોધ્યું છે. સુરક્ષા દળોએ જિલ્લાના સુરનકોટ સેક્ટરના હરી મારોટે ગામમાં આ આતંકવાદી ઠેકાણાની શોધ કરી. જ્યાંથી પાંચ આઈઇડી,વાયરલેસ સેટ અને કેટલાક કપડાં મળી આવ્યા હતા. રવિવારે મોડી રાત્રે સેના પોલીસ અને એસઓજી સહિત સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આતંકીઓએ છુપાવા બનાવેલા ફોકસ હોલનો પર્દાફાશ કર્યો
રાષ્ટ્રીય રાઇફલ્સ ભારતીય સેનાના પેરા કમાન્ડો યુનિટ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની આતંકવાદીઓ છુપાવવા માટે બનાવેલો અત્યાધુનિક ‘ ફોકસ હોલ ‘નો પર્દાફાશ કર્યો હતો. જ્યાં 30 એપ્રિલના રોજ ગોળીબાર થયો હતો. આ ફોકસ હોલની રચના અને તેમાં છુપાયેલા શસ્ત્રોએ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધા હતા. જમીનના ખાડો કરીને બનાવવામાં આવેલો ફોકસ હોલ લગભગ છ ફૂટ ઉંડો અને આઠ ફૂટ પહોળો હતો. આતંકવાદીઓએ લાંબા સમય સુધી સંતાવા માટે આવી વ્યવસ્થા કરી હતી. અહીં આતંકવાદીઓએ ગેસ સિલિન્ડર, સોલાર લાઇટ, શસ્ત્રો અને અન્ય જરૂરી વસ્તુઓ છુપાવી હતી.

ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના મોડ્યુલનો પર્દાફાશ
આ અગાઉ, બાંદીપોરા પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ ના એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને ચાર શંકાસ્પદોની ધરપકડ કરી હતી. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે લશ્કર-એ-તૈયબાના કેટલાક ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ તેમના પાકિસ્તાની હેન્ડલરોના નિર્દેશ પર પોલીસ, સુરક્ષા દળો અને બહારના નાગરિકોને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

બાંદીપોરા પોલીસે વિસ્તારમાં ખાસ ચોકીઓ ગોઠવી
આ માહિતીના આધારે, બાંદીપોરા પોલીસે વિસ્તારમાં ખાસ ચોકીઓ ગોઠવી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જેમાં ચેકિંગ દરમિયાન, બે શંકાસ્પદ – મોહમ્મદ રફીક ખાંડે અને મુખ્તાર અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી બે ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ, એક 7.62 મીમી મેગેઝિન અને 7.62 મીમી જીવંત કારતૂસના 30 રાઉન્ડ મળી આવ્યા હતા. આ સંદર્ભમાં સુંબલ પોલીસ સ્ટેશનમાં UAPA ની સંબંધિત કલમો હેઠળ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

આપણ વાંચો : રાજનાથ સિંહનો હુંકાર, કહ્યું દેશ ઈચ્છે છે જે એ જ ભાષામાં પીએમ મોદી જવાબ આપશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button