ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન, ભાજપ અધ્યક્ષનો 51થી વધુ સીટો જીતવાનો દાવો

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની 38 બેઠકો પર મતદાન (Jharkhand Assembly Election) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કામાં કુલ 528 ઉમેદવારો મેદાનમાં છે. 31 મતદાન મથકો પર સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે, આ સિવાય બાકીના મતદાન કેન્દ્રો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. તમામ બૂથ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તબક્કા માટે 1 કરોડ 23,58,195 મતદારો નોંધાયા છે. સંથાલ પરગણાની 18 બેઠકો, ઉત્તર છોટાનાગપુરની 18 બેઠકો અને દક્ષિણ છોટાનાગપુરની 2 બેઠકો પર મતદાન થશે.

ભાજપ અધ્યક્ષનો દાવો:
ઝારખંડ ભાજપના અધ્યક્ષ અને ધનવર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુલાલ મરાંડીએ કહ્યું, “ઝારખંડના લોકોનો મૂડ હેમંત સોરેનની સરકાર બદલવાનો છે કારણ કે લોકોએ 5 વર્ષથી ઘણું સહન કર્યું છે. આજે લોકો પરિવર્તન માટે મત આપશે અને લોકો ભાજપ-એનડીએની તરફેણમાં મતદાન કરશે. ભાજપ-એનડીએને 51થી વધુ બેઠકો મળશે.”

Also Read – By Election: 4 રાજ્યોની 15 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રની આ લોકસભા બેઠક પર આજે મતદાન

જેએમએમ સંસદે જીતની આશા વ્યક્ત કરી:
જેએમએમના સાંસદ નલિન સોરેને મત આપ્યા પછી કહ્યું, “આજે જ નહીં, હું પહેલાથી જ મતદાન કરવા સૌથી પહેલ પહોંચી જઉં છું. જનતાએ વિકાસના મુદ્દે વોટ આપવાનું શરૂ કર્યું છે. અમારી સરકાર છે અને રહેશે. જેએમએમનું વિઝન આ વિસ્તારના વિકાસ માટે છે.”

ઝારખંડની ધનબાદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજ સિન્હાએ કહ્યું, “વર્તમાન વલણ અને મતદારોની વિશાળ સંખ્યાને જોતા, સ્પષ્ટ છે કે આ ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. અમે બાંગ્લાદેશીઓ (ઘૂસણખોરો)નો મુદ્દો ઉઠાવ્યો હતો કારણ કે તે સત્ય છે. લોકોને તેના અને તેના પરિણામો વિશે જાણવાની જરૂર છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button