નેશનલ

બિહાર ચૂંટણી: બીજા તબક્કાનો પ્રચાર થંભ્યો, 3.7 કરોડ મતદારો મંગળવારે કરશે મતદાન

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું હવે મતદાન થવાનું છે. પહેલા ચરણના મતદાનમાં લોકોએ બહોળા પ્રમાણમાં મતદાન થયું હતું. બીજા ચરણના મતદાનની વાત કરવામાં આવે તો આજે સાંજે પાંચ વાગ્યાથી દરેક પાર્ટીઓના ચૂંટણી પ્રચાર પર વિરામ લાગી ગયો છે. બિહારમાં 11 નવેમ્બરના મંગળવારે બીજા ચરણમાં મતદાન કરશે. આજે દરેક રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. હવે કોઈ પણ પાર્ટી ચૂંટણી માટે પ્રસાર કરી શકશે નહીં. બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા ચરણમાં કુલ 20 જિલ્લાની 122 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.

બીજા તબક્કા માટે 45,339 મતદાન કેન્દ્ર બનાવ્યાં

રાજ્યના 20 જિલ્લાની 122 વિધાનસભા બેઠકો પર 11 નવેમ્બરે મતદાન થવાનું છે. 20 જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા કુલ 45,339 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આમાંથી 4,109 મતદાન મથકો સંવેદનશીલ માનવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ 4003 મતદાન મથકોને અતિસંવેદનશી જાહેર કરવામાં આવ્યાં છે. સંવેદનશીલ મતદાન મથકો પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણીઃ કચરામાંથી મળી હજારો VVPAT સ્લિપ, RJD એ કર્યો આવો આક્ષેપ…

આટલા બૂથને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં

20 જિલ્લાની કટોરિયા, બેલહર, ચૈતપુર, ચેનારી, ગોહ, નવીનગર, કુટુંબા, ઔરંગાબાદ, રફીગંજ, ગુરૂઆ, શેરઘાટી, ઇમામગંજ, બારાચટ્ટીના 36 બૂથ, બોધગયાના 200 બૂથ, રજૌલી, ગોવિંદપુર, સિકંદરા, જમુઈ, ઝાઝા, ચકાઈ વિધાનસભામાં બનાવેલા મતદાન મથકો પર સાંજે ચાર વાગ્યાં સુધી મતદાન યોજાશે. આ સાથે બોધગયામાં 106 બૂથો પર સાંજે પાંચ વાગ્યાં સુધી મતદાન ચાલુ રહેશે. અતિસંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો પર મોટી સંખ્યામાં સુરક્ષા બળના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

3.70 કરોડ મતદાર આગામી સરકારનું ભાવિ નક્કી કરશે

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં બીજા તબક્કાના મતદાનમમાં કુલ 1302 ઉમેદવાર મેદાને ઉતર્યાં છે. 1,302 ઉમેદવારમાં 1165 પુરૂષ ઉમેદવાર અને 136 મહિલા ઉમેદવાદ છે. જ્યારે એક ઉમેદવાદ થર્ડ જેન્ડર છે. બીજા ચરણના મતદાનમાં 3 કરોડ અને 70 લાખ મતદારો આગામી સરકારનું ભાવી નક્કી કરશે. મતદારોની વાત કરવામાં આવે તો, 1.9 કરોડ પુરૂષ મતદાર અને 1.4 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. આ સાથે 4.4 લાખ દિવ્યાંગ મતદાર, 63373 સર્વિસ મતદાર, 943 થર્ડ જેન્ડર મતદાર અને 43 એનઆરઆઈ મતદારો છે. આ મતદારો 11 નવેમ્બરે યોજાતા બીજા ચરણના મતદાનમાં વોટ કરવાના છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button