દહેજના દાનવે નિક્કીનો ભોગ લીધોઃ પતિના એન્કાઉન્ટર પછી હવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી | મુંબઈ સમાચાર
નેશનલ

દહેજના દાનવે નિક્કીનો ભોગ લીધોઃ પતિના એન્કાઉન્ટર પછી હવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં દહેજના દાનવે વધુ એક દીકરીનો ભોગ લીધો હતો. દહેજના કારણે સાસરિયાએ નિક્કીની હત્યા કરનારા બનાવે લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. આ કેસમાં પોલીસે આરોપી પતિ વિરુદ્ધ મોટી કાર્યવાહી કર્યા પછી હવે તેની માતા સામે પગલાં ભર્યા છે. આ કેસમાં આરોપી પતિ પછી પોલીસે વધુ આક્રમક કાર્યવાહી કરતા નિક્કીનાં સાસુની ધરપકડ કરી છે અને પોલીસ વિપિનના પરિવાર પર સતત સકંજો કસી રહી છે. નિક્કીના પિતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી, ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ દહેજ હત્યાના મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે.

નિક્કી હત્યાકાંડમાં આરોપી પતિ વિપિન ભાટી પર પોતાની પત્ની નિક્કીને જીવતી સળગાવીને મારી નાખવાનો આરોપ છે. જ્યારે પોલીસ વિપિનને પકડવા માટે પહોંચી ત્યારે પોલીસ અને વિપિન વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આ દરમિયાન પોલીસે તેને પગમાં ગોળી મારી પકડ્યો હતો. તેણે પોલીસનું હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હવે પોલીસે વિપિનની માતા દયાવતીની ધરપકડ કરી છે, જેના પર આરોપ છે કે તેણે પોતાના દીકરાને હત્યામાં સહાય કરી હતી. નિક્કીના પરિવારે આરોપ લગાવ્યો છે કે વિપિન અને તેના સાસરિયાઓએ જાણીજોઈને નિક્કીને સળગાવી દીધી.

આ પણ વાંચો: નોઇડા દહેજ હત્યા કેસ: ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી પતિને પોલીસે ગોળી મારી…

પોલીસ કાર્યવાહી

નિક્કીની બહેન કંચનની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને વિપિન ભાટીની ધરપકડ કરી હતી. કંચને આરોપ લગાવ્યો કે દયાવતીએ વિપિનને જ્વલનશીલ પદાર્થ લાવી આપ્યો, જેનો ઉપયોગ નિક્કીને સળગાવવા માટે કરવામાં આવ્યો.

કંચને પોતાની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેની વાત ન સાંભળી. પોલીસે વિપિન, તેના ભાઈ રોહિત ભાટી, સાસુ દયાવતી અને સસરા સતવીર સામે હત્યાની ધારા હેઠળ એફઆઈઆર નોંધી છે.

પોલીસ આ કેસની તપાસ અલગ-અલગ દિશામાં કરી રહી છે. નિક્કીના છ વર્ષના દીકરાએ પણ આ ઘટના અંગે મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે તેની માતા પર જ્વલનશીલ પદાર્થ રેડીને આગ લગાડવામાં આવી હતી. પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ માટે બે ટીમો બનાવી છે, અને વિપિનના પરિવાર પર નજર રાખી રહી છે. આ કેસ દહેજ હત્યાના ગંભીર મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે, અને નિક્કીના પરિવારે ન્યાયની માગણી કરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button