
મુંબઈ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આગામી આદેશ જારી થવા સુધી ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કરી દીધું હતું. નિયમનકારે કંપનીના પ્રમોટરોને મૂડીબજારોમાં અનિશ્ર્ચિત સમય સુધી પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીનો શેર 23મી ડિસેમ્બરના પ્રારંભિક સત્રમાં તેના પાંચ ટકાની નીચલી સર્કિટ પર પટકાયો હતો.
સેબીના પ્રતિબંધને કારણે આ કંપનીનો શેર પ્રારંભિક સત્રમાં તેના પાંચ ટકાની નીચલી સર્કિટ પર પટકાયો હતો. સેબીના આદેશ પ્રમાણે આગામી નોટિસ સુધી તેના શેરોમાં કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે.
આ ઉપરાંત સેબીએ કંપનીના પ્રમોટર્સને આગામી આદેશ સુધી કેપિટલ માર્કેટમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સેબી અનુસાર, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને 16 ડિસેમ્બર 2024ની તારીખમાં મળેલી ફરિયાદોના આધાર પર કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદોમાં કંપનીએ નાણાકીય અને ડિસ્ક્લોઝરને લઈને શંકા વ્યક્ત કરી છે.
ફરિયાદમાં ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરના ભાવમાં નાટ્યાત્મક વધારો નોંધવામાં આવ્યો હતો, જે નવેમ્બર 2023 અને નવેમ્બર 2024 ની વચ્ચે 105 ગણો ઊછળ્યો હતો. 26મી ડિસેમ્બર, 2023ના રોજ પ્રતિ શેર રૂ. 51.43 સામે 23મી ડિસેમ્બર 2024ના રોજ આ શેર્સ 2,304 ટકાના તોતિંગ ઉછઠાળા સાથે રૂ. 1,236.45 પર પહોંચી ગયા હતા.
Also Read – Stock Market : શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેકસ નિફ્ટીમાં ઉછાળો
સેબી અનુસાર, નાણાકીય વર્ષ 2023 સુધી ભારત ગ્લોબલ ડેવલપર્સનું રેવન્યૂ, ખર્ચ, ફિક્સ્ડ એસેટ્સ અને કેશ ફ્લો બહુ જ ઓછો હતો, પરંતુ માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટર માટે નાણાકીય પરિણામોમાં રેવન્યૂ અને ખર્ચોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
ડિસેમ્બર 2023માં મેનેજમેન્ટમાં ફેરફાર બાદ કંપનીએ મોટાપાયે પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ અને હાઈ વેલ્યૂ ડીલ્સ કરી છે. ત્યારબાદ કંપનીએ ઓક્ટોબર 2024માં પ્રેફરેન્શિયલ શેરોનો લોક-ઈન પીરિયડ પૂરો થવાના એક દિવસ પહેલા છ નવા એકમ સ્થાપ્યા હતા.