ટોપ ન્યૂઝનેશનલ

SEBIએ હિંડનબર્ગને ‘કારણ બતાવો’ નોટિસ પાઠવી, હિન્ડેનબર્ગે SEBI પર સવાલ ઉઠાવ્યા

યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ(Hindenburg Research)ને ભારતની સિક્યોરિટીઝ અને કોમોડિટી માર્કેટ માટે નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ કારણ બતાઓ નોટીસ પાઠવી છે. હિંડનબર્ગ રિસર્ચે સોમવારે દાવો કર્યો હતો કે તેને નોટિસ મળી છે, જેમાં ગયા વર્ષે ભારતના અદાણી ગ્રૂપ(Adani Group) સામેની તેની શોર્ટ બેટ પરના શંકાસ્પદ ઉલ્લંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હિન્ડેનબર્ગ રિસર્ચ ગત વર્ષે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો સાથેનો રીપોર્ટ પ્રકશિત કરી ભારતમાં ખળભળાટ મચાવી દીધો હતોમ જેની સીધી પ્રતિકુળ અસર ભારતના શેરબજાર પર થઇ હતી. રીપોર્ટમાં અદાની ગ્રુપ પર ટેક્સ હેવન્સના અયોગ્ય ઉપયોગનો આરોપ મૂક્યો હતો, રીપોર્ટમાં અદાણી ગ્રુપ પરના દેવાને ચિંતાજનક ગણાવ્યું હતું.

આ પણ વાંચો: Adani-Hindenburg case: અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે

નોટીસ મળ્યા બાદ હિન્ડેનબર્ગે સેબી પર આરોપ લગાવ્યા હતા. હિન્ડેનબર્ગે SEBIની નોટિસને “ભારતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો પર્દાફાશ કરનારાઓને ચૂપ કરવા અને ડરાવવાનો પ્રયાસ” ગણાવ્યો હતો.

હિન્ડેનબર્ગે કહ્યું કે બજાર નિયમનકારે અસ્પષ્ટ આક્ષેપો કર્યા હતા કે હિન્ડેનબર્ગના અહેવાલમાં વાચકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી રજૂઆતો અને અચોક્કસ નિવેદનો છે.

હિન્ડેનબર્ગે કહ્યું કે “અમારા મતે, સેબીએ તેની જવાબદારીની અવગણના કરી છે, એવું લાગે છે કે ભોગ બનેલા રોકાણકારોને બચાવવાને બદલે સેબી છેતરપિંડી કરનારાઓને બચાવવા માટે વધુ કામ કરી રહ્યું છે.”

આ પણ વાંચો: Gautam Adaniની સો અજબ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના શ્રીમંતોની યાદીમાં આ સ્થાને

હિન્ડેનબર્ગે SEBI પર આક્ષેપ કર્યો કે “જ્યારે સેબી અમારા પર અધિકારક્ષેત્રનો દાવો કરી રહી છે, ત્યારે સેબી તેની નોટિસ ભારત સંબંધ ધરાવતા પક્ષનું નામ આપવામાં નિષ્ફળ રહી છે: કોટક બેંક, ઉદય કોટક દ્વારા સ્થાપિત ભારતની સૌથી મોટી બેંકો અને બ્રોકરેજ કંપનીઓમાંની એક, જેણે અમારા રોકાણકાર ભાગીદાર દ્વારા અદાણી સામે દાવ લગાવવા માટે ઉપયોગમાં લેવાતા ઓફશોર ફંડ સ્ટ્રક્ચરની રચના અને દેખરેખ રાખી હતી.” હિન્ડેનબર્ગે કહ્યું કે “તેના બદલે સેબીએ નોટીસમાં ફક્ત K-India ઓપોર્ચ્યુનિટીઝ ફંડનું નામ આપ્યું છે અને KMIL ટૂંકાક્ષરથી કોટક નામને છુપાવ્યું દીધું.”

હિન્ડેનબર્ગે ઉમેર્યું કે, “બેંકના સ્થાપક ઉદય કોટકે વ્યક્તિગત રીતે સેબીની 2017ની કોર્પોરેટ ગવર્નન્સ સમિતિનું નેતૃત્વ કર્યું હતું. અમને શંકા છે કે સેબી દ્વારા કોટક અથવા અન્ય કોટક બોર્ડના સભ્યના ઉલ્લેખનો અભાવ અન્ય શક્તિશાળી ભારતીય ઉદ્યોગપતિને તપાસની સંભાવનાથી બચાવવા માટે હોઈ શકે છે, જે ભૂમિકા સેબી સ્વીકારે છે.”

આ પણ વાંચો: શેરબજારની સુનામીએ છીનવ્યો ગૌતમ અદાણીનો તાજ, હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા

ગયા વર્ષે તેના જાન્યુઆરી મહિના જાહેર કરવામાં આવેલા અહેવાલમાં, હિન્ડેનબર્ગે અદાણી પર ટેક્સ હેવનનો અયોગ્ય ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો અને દેવાના સ્તર વિશે ચિંતા વ્યક્ત કરી હતી. અહેવાલને કારણે અદાણી જૂથના સ્થાનિક રીતે લિસ્ટેડ શેરોમાં $86 બિલિયનની ખોટ અને વિદેશમાં લિસ્ટેડ તેના બોન્ડમાં વેચવાલી શરૂ થઇ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button