નેશનલ

UPમાં સીટ શેયરિંગ ફોર્મ્યુલા ફાઈનલ, જયંત, અનુપ્રિયા, રાજભર અને નિષાદને કેટલી મળી સીટો?

લોકસભા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તેના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણીમાં લાગીમાં છે. ભાજપના નેતા અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં સીટોની વહેંચણી અંગે સહયોગી પાર્ટીઓના નેતાઓ સાથે યોજી હતી. અમિત શાહે એલગ-અલગ યોજેલી આ બેઠકમાં આરએલડીના નેતા જયંત ચૌધરી, અપના દળના અનુપ્રિયા પટેલ અને સુભાસપા પ્રમુખ ઓપી રાજભર ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં અમિત શાહ અને ભાજપ પ્રમુખ ઓપી નડ્ડાએની સીટ શેયરિંગ ફોર્મ્યુલા હેઠળ કોને કેટલી સીટો મળી તે અંગેની માહિતી સામે આવી છે.

RLD અને અપના દળને 2-2 સીટ

અમિત શાહ અને ભાજપ પ્રમુખ ઓપી નડ્ડાએ સૌ પ્રથમ આરએલડીના નેતા જયંત ચૌધરી સાથે બેઠક યોજી હતી જેમાં યુપીની બે સીટો બિજનૌર અને બાગપત આરએલડીને આપવાનું નક્કી થયું છે. જો કે આરએલડી ત્રણ સીટો માંગી રહી હતી. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભાગપત સીટ જ્યારે બિજનૌર સીટ પર બિએસપી જીતી હતી. જયંત ચૌધરી બાદ અમિત શાહે અપના દળના અનુપ્રિયા પટેલ અને આશીષ પટેલ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અપના દળને બે સીટો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અપના દળના ખાતામાં માત્ર બે જ સીટ રોબર્ટસ ગંજ અને મિર્જાપુર ગઈ છે. એવી ચર્ચા છે કે અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરથી ચૂંટણી લડી શકે છે.

ઓપી રાજભર અને પ્રવીણ નિષાદને 1-1 સીટ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સુભાસપા પ્રમુખ ઓપી રાજભર સાથે મિટિંગ કરી હતી માત્ર 15 મિનિટની આ બેઠકમાં અમિત શાહે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને એક જ સીટ આપી છે. ઘોષી સીટ પરથી રાજભરની પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે. મીડિયા રિપોર્ટ મુજબ રાજભરનો પુત્ર પ્રકાશ રાજભર આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપે તેના ચોથા સાથી પક્ષ નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદના પુત્ર પ્રવીણ નિષાદ સાથે સીટ વહેંચણી અંગે બેઠક કરી હતી. ઉત્તર પ્રદેશની સંત કબીરદાસ સીટ ભાજપે નિષાદ પાર્ટીને આપી છે. હાલ પ્રવીણ નિષાદ જ આ સીટ પરથી સાંસદ છે. હાલ તો ભાજપે ઉત્તર પ્રદેશમાં તેના સહયોગી પાર્ટીઓને માત્ર 6 સીટો આપી છે.પાર્ટીએ તેની પહેલી યાદીમાં યુપીની 53 લોકસભા સીટોના ઉમેદવારોની જાહેરાત કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button