ગંગામાં ડૂબતા કાવડિયાઓ માટે એસડીઆરએફની ટીમ બની દેવદૂત, 4 યાત્રાળુઓને મોતના મુખમાંથી બચાવ્યા

હરિદ્વારઃ ગંગા નદીના પ્રવાહમાં ડૂબતા ચાર લોકોને SDRFની ટીમે બચાવી લીધા છે. સ્થળ પર તૈનાત SDRF ટીમે તત્પરતા દાખવી અને પાણીના જોરદાર પ્રવાહમાં વહી જતા યાત્રાળુઓને બચાવ્યા છે. ત્રણ ઘટનાઓ કાંગરા ઘાટ પર અને એક ઘટના પ્રેમનગર ઘાટ પર બની હતી. આ ઘાટ પર સ્નાન કરતી વખતે કાવડ યાત્રાળુઓ ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સદ્ભાગ્યે બચાવ ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બધાના જીવ બચાવી લીધા હતાં.
તમામ મુખ્ય ઘાટો પર SDRF ટીમો તૈનાત કરી દેવામાં આવી
કાંગડા ઘાટ પર SDRF દ્વારા બચાવાયેલા ત્રણ કાવડ યાત્રાળુઓમાં હરિયાણાના રોહતકનો 17 વર્ષનો રોહિત, ઉત્તરાખંડના કર્ણપ્રયાગનો 40 વર્ષનો સંતોષ અને પંજાબના પટિયાલાનો 15 વર્ષનો રોહનનો સમાવેશ થાય છે. SDRF દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અત્યારે SDRF ની ટીમને સરાહના થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, SDRFના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર પંકજ ખારોલાએ જણાવ્યું હતું કે, મેળા દરમિયાન તમામ મુખ્ય ઘાટો પર તેમની ટીમો તૈનાત છે. સતત તકેદારી રાખવામાં આવી રહી છે. તેમણે કંવર યાત્રાળુઓને ફક્ત ચિહ્નિત અને સલામત ઘાટો પર જ સ્નાન કરવાની અપીલ કરી છે. વધારે અંદર જઈને સ્નાન ના કરવા માટે સલાહ આપવામાં આવી છે.
हरिद्वार में माँ गंगा की तेज़ धार में लगभग डूब
— MG Vimal – વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 12, 2025
चुके शख्स को NDRF के जवान ने बचाया।
देख लो ये वीडियो#हरिद्वार #Haridwar #ganga pic.twitter.com/UFY3YxKNa9
લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી
અત્યારે હરિદ્વારમાં અનેક લોકો પ્રવાસે જઈ રહ્યાં છે, લાખોની સંખ્યામાં અહીં લોકો દર્શનાર્થે આવતા હોય છે. આ લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને અહીં SDRF અને NDRF ની ટીમોને ખાસ તૈનાત રાખવામાં આવતી હોય છે. આ વર્ષે પણ તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જો SDRF ની ટીમના કારણે ચાર લોકોનો જીવ બચી ગયો છે. હજી પણ આ સેવા કાર્યરત રહેશે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ બાદ એર ઇન્ડિયાની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું