રાજસ્થાનમાં તણાવનો માહોલઃ એસડીએમને થપ્પડ મારનારાની ધરપકડથી હિંસા-આગજનીના બનાવ
જયપુરઃ રાજસ્થાનના ટોંક જિલ્લામાં બુધવારે પેટાચૂંટણી દરમિયાને એસડીએમ અમિત ચૌધરીને થપ્પડ મારનારા નરેશ મીણાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની ધરપકડ કરવા આજે અમરાવતા ગામ પહોંચી હતી. મીણાની ધરપકડ બાદ તેના સમર્થકોએ ગામની બહાર ઉનિયાલા-હિંડોલી હાઇવે પર પથ્થરમારો અને આગચંપી કરી હતી. પોલીસે આ સમગ્ર ઘટના માટે મીણાને જવાબદાર ગણાવ્યો હતો.
Legacy of congress culture!
— Keh Ke Peheno (@coolfunnytshirt) November 14, 2024
In Rajasthan, Former Congress leader and now Independent candidate Naresh Meena slaps SDM outside booth. pic.twitter.com/h4aGqCSXHd
મીણાના સમર્થકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો
પોલીસ જ્યારે મીણાને પકડવા ગઈ ત્યારે તેના સમર્થકોએ હુમલો કર્યો હતો. ઉપરાંત પોલીસની ગાડીને આગ ચાંપી હતી. તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે મોટા કાફલા સાથે નરેશ મીણાની ધરપકડ કરી હતી. હિંસા અને તણાવના માહોલ વચ્ચે પોલીસે ગામમાં ઘૂસીને મીણાની ધરપકડ કરી હતી. મીડિયાને ગામમાં પ્રવેશતું અટકાવવામાં આવ્યું હતું.
નરેશ મીણાએને એસડીએમને થપ્પડ મારવાનો નથી પસ્તાવો
ધરપકડ પહેલા આરોપી નરેશ મીણાએ પત્રકાર પરિષદ યોજી હતી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. નરેશ મીણાએ પત્રકાર પરિષદ દરમિયાન SDMને થપ્પડ મારવા બદલ કોઈ પસ્તાવો દર્શાવ્યો ન હતો. તેણે કહ્યું કે એસડીએની કોઈ જાતિ નથી હોતી. હું તેને મારતો, પછી ભલે તે કોઈ પણ જાતિના હોય. તેમને સુધારવાનો આ એકમાત્ર રસ્તો છે. નરેશ મીણાએ આગળ કહ્યું, અમે ધીરજથી તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા. અમારા માટે જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. હું અહીં હતો ત્યારે હું બેભાન થઈ ગયો હતો અને મારા સમર્થકો મને હોસ્પિટલમાં લઈ ગયા હતા. નરેશ મીણાએ કહ્યું, મારા સમર્થકો મને બીજા ગામમાં લઈ ગયા જ્યાં મેં આખી રાત આરામ કર્યો. જે પણ થયું તે પોલીસે કર્યું છે.
નરેશ મીણા દેવલી-ઉનિયારા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. નરેશ મીણાએ બુધવારે મતદાન દરમિયાન ચૂંટણી ફરજ પરના માલપુરા સબ-ડિવિઝનલ ઓફિસર અમિત ચૌધરીને થપ્પડ મારી હતી. ઘટના સમયે ચૌધરી સમરોતા ગામના ગ્રામજનોને તેમને મત આપવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચૌધરી રાજસ્થાન વહીવટી સેવા (આરએએસ)ના અધિકારી છે. મીણાએ ગામમાં વહીવટીતંત્રને પડકારતા ધરણા શરૂ કર્યા હતા. લાકડી અને તલવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો સમરાવતા ગામમાં એકઠા થયા હતા.