કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરીથી શાળાઓ શરૂ: વિદ્યાર્થીઓને રાહત

જમ્મુ : સામાન્ય સ્થિતિ પાછી આવવા લાગી હોવાથી જમ્મુમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલી શાળાઓ આજે ફરી ખુલી ગઈ છે. બંને દેશો વચ્ચે તાજેતરના યુદ્ધ પછી લગભગ ૧૨ દિવસ બંધ રહ્યા પછી, નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ૩૦ સ્થળોએ આવેલી શાળાઓ ફરી ખુલી ગઈ છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બદલામાં ભારતે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યાં બાદ સરહદ પારથી થયેલા ભારે ગોળીબાર અને હવાઈ હુમલાને કારણે વ્યાપક ભય અને સાવચેતીભર્યા બંધનું વાતાવરણ સર્જાયું હતું.
આ પણ વાંચો: સીમાડે અજંપાભરી સ્થિતિ વચ્ચે સેનાની ત્રણેય પાંખના વડાએ કચ્છના સરહદી વિસ્તારની મુલાકાત લીધી
જમ્મુ ક્ષેત્રમાં મોટાભાગની શાળાઓ ૧૫ મે સુધીમાં ફરી ખુલી ગઈ હતી, પરંતુ સરહદોની નજીક આવેલી શાળાઓ વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે બંધ રહી હતી
નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પરની બાકીની શાળાઓ આજે ફરી ખુલી ગઈ,’ એમ સોમવારે એક અધિકારીએ જણાવ્યું હતું. ઝોનલ શિક્ષણ અધિકારીઓને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન થાય તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.