નેશનલ

SC એ YouTuber સટ્ટાઈ દુરાઈમુરુગનના જામીન પુનઃસ્થાપિત કર્યા, CM MK Stalin સામે કથિત અપમાનજનક ટિપ્પણીનો હતો મામલો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન (CM MK Stalin) સામે કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં યુટ્યુબર સટ્ટાઈ દુરાઈમુરુગનને (YouTuber Sattai Duraimurugan) આપવામાં આવેલ જામીન પુનઃસ્થાપિત કર્યા છે. હાઈકોર્ટના જામીન રદ કરવાના નિર્ણયને રદ કરતા સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. જસ્ટિસ એએસ ઓકે કહ્યું કે જો ચૂંટણી પહેલા આપણે યુટ્યુબ પર આરોપ લગાવતા તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દઈએ તો વિચારો કેટલા લોકો જેલમાં જશે? હાઇકોર્ટે અપીલકર્તાને આપેલા જામીનનો લાભ રદ કર્યો હતો. જ્યારે આ કોર્ટે અગાઉ વચગાળાના જામીન ચાલુ રાખ્યા હતા. તે 2.5 વર્ષ સુધી જામીન પર રહ્યો. અમને નથી લાગતું કે વિરોધ અને મંતવ્યો વ્યક્ત કરીને એમ કહી શકાય કે તેણે પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે.

ALSO READ : તમિલનાડુ ભાજપે CM સ્ટાલિનને ચીનની ભાષામાં જન્મદિવસની શુભેક્ષા પાઠવી, આ છે કારણ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને જામીન રદ્દ કરવાનો કોઈ આધાર મળ્યો નથી. આમ, અમે જામીન આપવાનો ઇનકાર કરતા હાઈકોર્ટના આદેશને રદ કરીએ છીએ અને જામીન આપવાના અગાઉના આદેશને પુનઃસ્થાપિત કરીએ છીએ. કહેવાની જરૂર નથી કે જો યોગ્ય ગણવામાં આવે તો જામીન રદ કરવાની અરજી કરી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો