નેશનલ

કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવા માટે SC તૈયાર, 7 મેના રોજ કરશે સુનાવણી

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને વચગાળાના જામીન (Interim bail)આપવાની સંભાવના પર વિચાર કરશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આજે કહ્યું હતું કે તે મંગળવારે (7 મે)ના રોજ વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે. કોર્ટે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)અને અરવિંદ કેજરીવાલના વકીલને તૈયાર રહેવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના વચગાળાના જામીન પર 7 મેના રોજ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ ચૂંટણીના કારણે તેમના વચગાળાના જામીન પર વિચાર કરશે. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને આગામી સુનાવણીમાં વચગાળાની જામીનની શરતોનો પણ ખુલાસો કરવા કહ્યું છે. વચગાળાના જામીન આપવા કે નહીં તે અંગે અમારે હજુ નિર્ણય લેવાનો નથી.

દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ મુદ્દે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બે કલાક સુધી બંને પક્ષોએ દલીલો કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરી શકાય છે, જેથી તેઓ પ્રચારમાં ભાગ લઈ શકે.

આપણ વાંચો: અરવિંદ કેજરીવાલના ધરપકડ કેસમાં સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા આ 5 મોટા સવાલ

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે મુખ્ય કેસ એટલે કે કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યો છે, તેમાં સમય લાગી શકે છે. કોર્ટે EDને કહ્યું કે વચગાળાની જામીનની શરતો પણ આગામી સુનાવણીમાં જણાવવામાં આવે. વચગાળાના જામીન આપવા કે નહીં તે અંગે અમે હજુ નિર્ણય લીધો નથી. અમે આ 7 મેના રોજ સાંભળીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મંગળવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી કરીશું. કોર્ટે કહ્યું કે જો આ કેસ લાંબા સમય સુધી ચાલશે તો અમે વચગાળાના જામીન પર વિચાર કરીશું.

કેજરીવાલ વતી સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવી અને ED વતી ASG એસવી રાજુએ સુપ્રીમ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ ફરી એકવાર કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમની ધરપકડ ગેરકાયદેસર છે. કેજરીવાલે EDના 9 સમન્સનો જવાબ આપ્યો હતો. તપાસ એજન્સી સમક્ષ હાજર થવામાં નિષ્ફળતા એ ધરપકડનો આધાર બની શકે નહીં.

જ્યારે એસવી રાજુએ કેજરીવાલની ધરપકડનો આધાર આપ્યો હતો. તેમણે કહ્યું- કેજરીવાલની ધરપકડ કરવાનો નિર્ણય માત્ર તપાસ અધિકારીએ જ નહીં પરંતુ વિશેષ ન્યાયાધીશે પણ લીધો હતો. ધરપકડ ન થવાને લઈને દિલ્હીના સીએમ હાઈકોર્ટમાં પણ ગયા હતા. પરંતુ દસ્તાવેજો જોયા બાદ કોર્ટે ધરપકડ પર સ્ટે આપવામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker