સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ હવે જાહેર કરશે સંપત્તિ, વેબસાઇટ પર થશે અપલોડ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરે લાગેલી આગમાં અડધી બળી ગયેલી નોટોનો ઢગલો મળી આવ્યો હતો. આજે ન્યાયાધીશોની મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ તેમની સંપત્તિ જાહેર કરશે.
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ મુજબ, 1 એપ્રિલના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના સહિત 30 ન્યાયાધીશની બેઠકમાં તેમની સંપત્તિ કોર્ટની સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરવા સહમત થયા હતા.
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પ્રમાણે, 1 એપ્રિલના રોજ મળેલી બેઠકમાં ન્યાયાધીશ જ્યારે પણ પદભાર ગ્રહણ કરશે કે કોઈ મહત્ત્વની જવાબદારી લેશે ત્યારે મુખ્ય ન્યાયાધીશ સામે તેમની સંપત્તિ જાહેર કરવી પડશે.
આપણ વાંચો: આતંકવાદના કેસમાં કાશ્મીરના સાંસદે દિલ્હી હાઈ કોર્ટમાં માંગ્યા જામીન
1997ના એક પ્રસ્તાવ અનુસાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની સંપત્તિની જાહેરાત મુખ્ય ન્યાયાધી સમક્ષ કરવી પડતી હતી. પરંતુ 2009માં કોર્ટની વેબસાઈટ પર સંપત્તિની જાહેરાતના સ્વૈચ્છિક પ્રકાશનને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તમામ ન્યાયાધીશે આમ કરવાનો વિકલ્પ પસંદ કર્યો નહોતો. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સામુહિક રીતે સંપત્તિનો ખુલાસો કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
આ ન્યાયાધીશોએ તેમની સંપત્તિ કરી જાહેર
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના
ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ
ન્યાયાધીશ બીવી નાગરત્ના
ન્યાયાધીશ વિક્રમ નાથ
ન્યાયાધીશ જેકે માહેશ્વરી