એસબીઆઇ આપી રહ્યું છે નવી ઓફર, હવે ઘર ખરીદવાનું સપનું થશે સાકાર…
![SBI representative visiting a customer's home with a box of chocolates](/wp-content/uploads/2023/09/SBI-representative-visiting-a-customers-home-with-a-box-of-chocolates.webp)
નવી દિલ્હીઃ તમે જો તમારું પોતાનું ઘર લેવા વિશે વિચારી રહ્યા છો તો ભારતીય સ્ટેટ બેંક તમારું સપનુ ંપૂરું કરવામાં મદદ કરી શકે છે. તમે ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા હો તો હવે તમારી માટે ખુશખબર છે. એસબીઆઇએ હોમ લોનની સાથે સાથે પર્સનલ લોન લેવાવાળાઓને પણ ઘણી રાહત આપી છે. ગત અઠવાડિયે રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેઝ પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લીધા બાદ હવે એસબીઆઇએ વિવિધ લોન પર લાગુ EBLR અને રેપો લિંક્ડ લોન રેટ (RLLR)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
Also read : SBI, PNB અને Canara Bank માં છે બેંક એકાઉન્ટ? 11મી ફેબ્રુઆરીથી બદલાશે આ નિયમો, અત્યારે જાણી લેશો તો…
એસબીઆઇના નવા દરો આજથી અમલમાં આવ્યા છેઃ-
ગયા અઠવાડિયે રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યા બાદ એસબીઆઇએ હવે EBLR અને RLLRમાં ઘટાડો કર્યો છે. EBLRમાં ઘટાડાને કારણે હોમ લોન લેનારાઓને રાહત થશે. તેમનો EMI (માસિક હપ્તો) ઓછો થશે. તમે વિચારતા હશો કે આ EBLR શું છે? તો ચાલો આપણે સમજીએ.
Also read : SBI ઓફર કરી રહી છે ખાસ FD સ્કીમ, માત્ર 444 દિવસમાં મળશે આટલું વ્યાજ…
EBLR રેટ શું છે?
EBLR એટલે એક્સટર્નલ બેંચ માર્ક લેન્ડિંગ રેટ. એસબીઆઇએ તેના ફ્લોટિંગ હોમ લોન રેટ માટે બેંચમાર્ક તરીકે રેપો રેટને અપનાવ્યો છે. તેથી બધી જ ફિલોટિંગ રેટની હોમ લોન રેપો રેટ સાથે જોડાયેલી છે. રેપો રેટમાં ઘટાડાનો સીધો લાભ હોમ લોન લેનારાઓને મળશે અને તેમનો EMI ઓછો થશે.