દેશની સૌથી સિક્યોર બેંક SBI આ જાણીતા ક્રિકેટરને આપે છે છ કરોડ રૂપિયા, જાણો કેમ?

હાલમાં જ ન્યુ ઈન્ડિયા કો.ઓપ. બેંક પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને એના થોડાક સમય પહેલાં આરબીઆઈ દ્વારા દેશની સૌથી સુરિક્ષત એવી ત્રણ બેંકોના નામ જાહેર કર્યા હતા. આ ત્રણ બેંકોમાં એસબીઆઈ (SBI), એચડીએફસી (HDFC) અને આઈસીઆઈસીઆઈ (ICICI)નો સમાવેશ થાય છે.
હવે એસબીઆઈ બેંકને લઈને એક માહિતી સામે આવી છે અને આ માહિતી અનુસાર એસબીઆઈ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા એમએસ ધોનીને છ કરોડ રૂપિયા આપે છે. તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈને કે આખરે આવું કેમ? ચાલો તમને જણાવીએ-
મહેન્દ્ર સિંહ ધોની ભલે હાલમાં ક્રિકેટ નથી રમતા પણ જ્યારે પણ આઈપીએલ દરમિયાન તે મેદાન પર ઉતરે છે ત્યારે આખું સ્ટેડિયમ તેના નામથી ગૂંજી ઉઠે છે. ટીમ ઈન્ડિયાના મોસ્ટ સક્સેસફૂલ કેપ્ટનમાંથી એક છે એમએસ ધોની. પણ ધોનીનો આ પાવર સ્ટેડિયમની બહાર પણ જોવા મળે છે. ધોની પાસે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની લાંબી લચક યાદી છે અને ત્યાં સુધી કે દેશની સૌથી વિશ્વસનીય બેંક એસબીઆઈ પણ ધોની પર ભરોસો કરે છે.

વાત જાણે એમ છે કે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈનો બ્રાન્ડ એમ્બેસેડર છે ધોની અને ધોનીને ફી તરીકે એસબીઆઈ દ્વારા છ કરોડ રૂપિયાની મસમોટી રકમ આપવામાં આવે છે. એસબીઆઈને આરબીઆઈ સૌથી ક્રેડિબલ બેંક માને છે. જેમ ધોનીની ક્રેડિબિલિટી પર કોઈ સવાલ ના ઉઠાવી શકે એમ એસબીઆઈ પર પણ સવાલ ઉઠાવી શકાય એમ નથી.
આ પણ વાંચો : ધોનીને રાંચીનું ઘર ખાલી કરી નાખવા નોટિસ મળી?
ધોની અને એસબીઆઈનું એક સાથે આવવું વિશ્વસનીયતા અને ગુડ લીડરશિપ ક્વોલિટી દર્શાવે છે. એસબીઆઈના જણાવ્યા અનુસાર ધોની સાથે એસોસિએશન પોતાના ગ્રાહકો સાથેના મજબૂત સંબંધ બનાવવાના બેંકના કમિટમેન્ટનું પ્રતિક છે.