આ બેંકે Credit Card સંબંધિત નિયમોમાં કર્યા મહત્ત્વના ફેરફાર, જોઈ લો તમારી બેંક તો નથી ને?

જો તમારી પાસે પણ SBIનું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે જ છે. દેશમાં Credit Card User’sની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વર્તમાન સમયમાં મોટાભાગના શહેરી લોકો Credit Cardનો ઉપયોગ કરે છે. પરંતુ હવે આ ક્રેડિટ કાર્ડને લઈને જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
શોપિંગ કરવી હોય કે કોઈને પૈસા આપવા હોય લોકો છૂટથી Credit Cardનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ રિવોર્ડ્સ પોઈન્ટ ભેગા કરવા માટે પણ કરે છે. જોકે, હવે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ એનાથી કેટલાક Credit Card Usersને નિરાશા થઈ શકે છે. ચાલો જાણીએ કે આખરે શું છે આ સમાચાર…
SBI કાર્ડે પોતાના અનેક ક્રેડિટ કાર્ડને લઈને રિવોર્ડ્સમાં ઘણા બધા ફેરફારો કર્યા છે અને આ ફેરફારો જુલાઈ, 2024થી લાગુ કરવામાં આવશે. આ ફેરફાર અનુસાર કાર્ડ હોલ્ડરને હવે સરકારી વિભાગ સંબંધિત લેવડ-દેવડમાં રિવોર્ડનો ફાયદો નહીં મળે. SBIએ પોતાના 46 Credit Card Usersને જોરદાર ઝટકો આપ્યો છે.
આ સાથે જ SBI Cardના એ Credit Card Holdersને પણ નુકસાન થઈ શકે છે અને જેમને ક્રેડિટ કાર્ડથી રેટ પેમેન્ટ કરવા પર રિવોર્ડ પોઈન્ટનો લાભ મળી ચૂક્યો છે. એસબીઆઈ કાર્ડ્સ અનુસાર પ્રભાવિત થનારા કાર્ડ પર રેન્ટ પેમેન્ટથી જમા થયેલાં રિવોર્ડ પોઈન્ટ 15મી એપ્રિલ, 2024 બાદ એક્સપાયર થઈ ગયા છે.
હવે જો તમે પણ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો અને તમને પણ રેન્ટ પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ મળ્યા છે તો તેને તરત જ રીડિમ કરી લો નહીં તો એ પોઈન્ટ્સ પણ ટૂંક સમયમાં જ એક્સપાયર થઈ જશે.