નેશનલ

બોલો આ કાઉન્સિલર નશામાં ધૂત થઈને કારોબારીની બેઠકમાં પહોંચ્યા ને કરી નાખ્યો કાંડ

કાનપુરઃ કોઈપણ નગરપાલિકાની કરોબારી બેઠક એ રાજ્ય સરકારની મળતી કેબિનેટ બેઠક જેટલી જ મહત્વની હોય છે. જે તે શહેરના લોકોની સુવિધાના નિર્ણયો અહીં થતા હોય છે અને આ માટે જનતાના કરવેરાના નાણા જ ખર્ચાતા હોય છે, પરંતુ કેટલાક કાઉન્સિલર આ વાતની ગંભીરતા સમજતા નથી. આવું જ એક ઉદાહરણ છે કાનપુરના કાઉન્સિલર જે શહેરની કારોબારીની બેઠક દરમિયાન નશાની હાલતમાં હતા. તેણે અનેક વાંધાજનક કામ તો કર્યા પણ એક કામ તો એવું કર્યું કે મહિલા કાઉન્સિલરો સહિત સૌ કોઈ ડઘાઈ ગયા હતા. આ અંગે કાનપુરના મેયર પ્રમિલા પાંડેએ પણ નારાજગી વ્યક્ત કરી છે અને કાઉન્સિલરને કડક ચેતવણી આપી છે.

વાસ્તવમાં બીજેપી કાઉન્સિલર અશુમેન્દ્ર પ્રતાપ સિંહ નશાની હાલતમાં કાનપુર નગર નિગમની કાર્યકારી બેઠકમાં પહોંચ્યા હતા. તેમની હાલત જોઈને ઓફિસર એક્ઝિક્યુટિવના અન્ય સભ્યો અને કાઉન્સિલરો પણ અસહજ બની ગયા હતા. જ્યારે મ્યુનિસિપલ કમિશનર શિવ શરનપ્પા જીએનએ વાંધો ઉઠાવ્યો ત્યારે તેમને અલગથી બેસાડવામાં આવ્યા હતા. આ મામલે મેયર પ્રમિલા પાંડે પણ ગુસ્સે થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાઉન્સિલરે કમિટી રૂમમાં ચાલી રહેલી કારોબારીની બેઠકમાંથી બહાર આવીને મહિલા કાઉન્સિલર રૂમમાં પ્રવેશતા જ હદ વટાવી દીધી હતી. તેણે મહિલા શૌચાલયમાં જઈને પેશાબ પણ કર્યો હતો. તેમના આ કાંડથી સૌ કોઈ અવાક જ બની ગયા હતા.

આ ઘટના અંગે પ્રમિલા પાંડેએ જણાવ્યું હતું કે વોર્ડ 81 દર્શનપુરવાના કાઉન્સિલર આશુમેન્દ્ર પ્રતાપ સિંહ ત્રીજી વખત આ પદ પર છે અને સિનિયર સભ્ય છે અને તેમના પત્ની પણ કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેના પરિવારને પણ બોલાવીને આ ઘટના અંગે વાતચીત કરવામાં આવશે. તેમનો વ્યવહાર અભદ્ર છે. મેયરે કહ્યું કે કાઉન્સિલરને ચેતવણી આપવામાં આવી છે કે જો તે ફરીથી આવી કોઈ ભૂલ થશે તો તેને ગૃહમાંથી હાંકી કાઢવામાં આવશે.

કાનપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટને લઈને એક બેઠક થઈ હતી અને તે દરમિયાન તમામ કાઉન્સિલરો અને અધિકારીઓએ પણ હાજર હતા. આવી સ્થિતિમાં કાઉન્સિલર નશામાં ધૂત આવતાં સભાનું વાતાવરણ બદલાયું હતું. બજેટ અંગે બોલાવવામાં આવેલી બેઠક કાઉન્સિલરની કામગીરી પૂરતી સીમિત રહી છે. આ અંગે મેયર ભારે નારાજ દેખાયા હતા. નોંધનીય છે કે કાનપુરના મેયર પ્રમિલા પાંડે પણ પોતાના દબંગ વલણને કારણે ચર્ચામાં રહેતા હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button