બોલો, ભારતમાં જ છે આવેલું એક બીજું માલદીવ, સુંદરતા તો એવી કે…

અત્યારે જ્યાં જુઓ ત્યાં માલદીવ અને લક્ષદ્વીપની જ ચર્ચા ચાલી રહી છે. લોકો માલદીવ છોડી આપણા પોતાના લક્ષદ્વીપને વધારે તવજ્જો આપી રહ્યા છે. પણ જો તમને કોઈ કહે છે ભારતમાં જ એક નાનકડું માલદીવ પણ ધબકે છે તો એ વાત તમારા માનવામાં આવે ખરું? નહીં ને? ડોન્ટ વરી અમે આજે તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. તમારી જાણ માટે કે ભારતનું આ માલદીવ ઓરિજનલ માલદીવ કરતાં વધારે સુંદર છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને એ જગ્યા વિશે જણાવી જ દઈએ.
ભારતનું આ માલદીવ આવેલું છે રાજસ્થાનમાં. રાજસ્થાનમાં આવેલા બાંસવાડા ખાતે 100 જેટલા ટાપુ છે અને એ જ કારણસર એને ટાપુઓના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જ્યારે આ જગ્યાને જોશો તો તમને માલદીવની યાદ આવી જ જશે. પાણીની વચ્ચે નાના-નાના ટાપુ એટલા સુંદર દેખાય છે કે દર વર્ષે અહીં આવનારા ટૂરિસ્ટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

બાંસવાડા રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં આવેલું છે. 40 કિલોમીટરના ક્ષેત્રમાં વસેલા આ શહેરની સુંદરતામાં અહીં વહેતી માહી નદી વૃદ્ધિ કરે છે. દેશના પાટનગર દિલ્હીથી તો અહીં એક જ દિવસમાં અહીં સરળતાથી પહોંચી શકાય છે.

આ જગ્યા પર તમે નૌકાવિહારનો આનંદ ઉઠાવી શકો છો. આ સિવાય તમે અહીં જંગલી જીવ-જંતુઓ પણ જોવા મળી શકે છે. એક વખત તમે અહીં આવશો પછી તમને વિશ્વાસ નહીં આવે કે રણ પ્રદેશની વચ્ચોવચ્ચ ઊભા છો. હાલમાં આ જગ્યા પર્યટકો વચ્ચે એટલી લોકપ્રિય નથી એટલે અહીં એટલી મોટી સંખ્યામાં પર્યટકો નથી આવતા, પણ તેમ છતાં સારી એવી સંખ્યામાં ટુરિસ્ટ અહીં દર વર્ષે આવતા હોય છે.
આ ઉપરાંત રાજસ્થાન સરકાર પણ હવે બાંસવાડાને એક નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવાની દિશામાં વિચાર કરી રહી છે, એટલે આગામી સમયમાં ભારત પાસે પોતાનું એક નવું અને અનોખું માલદીવ હોય તો નવાઈ પામવાની જરૂર નહીં રહે હેં ને?